માંગરોળમાં સીંદરીના કારખાનામાં ભીષણ આગ, લાખોનું નુકસાન - ગુજરાતમાં આગની ઘટનાઓ
જૂનાગઢઃ માંગરોળના શાપુર રોડ પર આવેલા સીંદરીના કારખાનામાં અચાન ભીષણ આગ લાગી હતી. જેના કારણે લાખોનું નુકસાન થયુ છે.
fire in mangrol
વહેલી સવારે શોર્ટસર્કિટને લીધે આગ લાગી હોવાનું કારખાના માલિકે જણાવ્યું હતું. આગને લીધે ચારેતરફ ધુમાળો ફેલાઈ ગયો હતો. આ આગમાં તૈયાર સીંદરીના જથ્થા સહિત 10 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. અચાનક આગને લીધે સ્થાનિકો તેમજ માંગરોળ પાલિકાના ફાયર ફાઇટર સહિત અન્ય પાંચ ટેન્કર્સની મદદથી આગ પર કાબુ લેવાઈ હતી.