જેતપુર ખાતે ખાતર કૌભાંડ થયા બાદ પૂરા ગુજરાતમાં ખાતર કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે. ત્યારે કેશોદ ખાતે પણ ખાતરોની થેલીઓમાં ઓછું ખાતર નીકળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ જૂનાગઢ અને ગાર સોમનાથમાં ખેતી આધારિત જિલ્લાઓમાં ખેડૂતો ખેતી પર આધારિત હોવાથી મગફળી કૌભાંડ તેમજ તુવેર કૌભાંડ અને હવે ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતોને છેતરાયા હોવાનો અનુભવ થાય છે.
કેશોદમાં પણ ખાતર કૌભાંડ આવ્યું પ્રકાશમાં... - farmer
જૂનાગઢ: શહેરમાં કેશોદના સરકારી ગોડાઉનમાં જુદા-જુદા પ્રકારની ખાતરની બોરીઓને ચેક કરવામાં આવી હતી. જે દરમિયાન ખાતરની બોરીઓમાં 100 ગ્રામથી લઈને 600 ગ્રામ સુધી ઓછો જથ્થો જોવા મળ્યો હતો. જેની જાણ ક્વોલિટી ઈન્સ્પેક્ટર અને કેશોદ મામલતદારને કરવામાં આવી છે.
આ બાબતે ખાતર ડેપો હેડ દ્વારા પંચરોજ કામ કરીને કારણદર્શક નોટીસ આપી સેમ્પલ લઈને નિયમાનુસાર કાર્યવાહી કરીશું તેવું જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કેશોદમાં અગાઉ મગફળી કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યાર બાદ તુવેર કૌભાંડ બહાર આવ્યું હતું અને હાલમાં ખેડુતોને જરૂરી ખાતરનીબોરીઓમાં ઓછાં વજનનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે અગાઉના કૌભાંડમાં ભીનું સંકેલાઈ ગયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ખાતરની થેલીના ઓછા વજનનું કૌભાંડમાં પણ ભીનું સંકેલાઈ જશે કે જવાબદારો સામે કાનૂની પગલાં લેવામા આવશે તે જોવાનું રહ્યું.