જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ખેડૂત મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપીને ઉપસ્થિત ખેડુતોને ઓર્ગેનિક ખેતી તરફ વળી જમીનની સાથે મનુષ્યના આરોગ્ય પર થતી વિપરીત અસરોને ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો.
વિસાવદરમાં ખેડૂત મહાશિબિર યોજાઈ, મુખ્યપ્રધાન રહ્યાં ઉપસ્થિત
જૂનાગઢઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિસાવદરમાં ખેડૂત મહાસંમેલનમાં હાજરી આપી હતી. અહીં તેમણે ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વળવા માટે આગ્રહ કર્યો હતો.
વિસાવદરમાં ખેડૂત મહાશિબિર યોજાઈ, મુખ્યપ્રધાન રહ્યાં ઉપસ્થિત
રસાયણ અને ખાતર દ્વારા જે પ્રકારે જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય પર વિપરીત અસરો પડી રહી છે. જમીન બિન ઉપજાવ બની રહી છે. આ કારણે મુખ્યપ્રધાન રૂપાણીએ ખેડૂતોને ખાતર અને રસાયણ મુક્ત ખેતી તરફ આગળ જવાનો આગ્રહ કર્યો હતો