ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરતા ખેડૂતોને વિશેષ સુવિધા મળે તેવી ખેડૂતોની માગ

જુનાગઢઃ ગીર પંથકના ખેડૂતો દેશી પદ્ધતિથી કેસર કેરીની ખેતી કરી રહ્યા છે, ત્યારે ગીર અને જુનાગઢ પંથકમાં કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો રાજ્ય સરકાર સામે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરતા ખેડૂતોને વિશેષ સુવિધા આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

By

Published : May 5, 2019, 8:14 PM IST

jnd

ગીર અને જુનાગઢ પંથકમાં સમગ્ર વિશ્વમાં જેની માગ છે, તેવી કેસર કેરીની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. જેને કારણે આ વિસ્તાર સિંહો બાદ કેસર કેરી માટે પણ જગ વિખ્યાત છે, પરંતુ આ વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં કેસર કેરીની ખેતી થતી હોવા છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ વિશેષ સવલતો કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને આજદિન સુધી આપવામાં આવી નથી. જેને લઈને ખડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરતા ખેડૂતોને વિશેષ સુવિધા મળે તેવી ખેડૂતોની માગ

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ખેતીને લઈને પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગીર અને જૂનાગઢ પંથકના ખેડૂતો કે જે કેસર કેરીની ખેતી સાથે સંકળાયેલા છે. તેવા ખેડૂતો આજે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોને ઉન્નત પદ્ધતિ દ્વારા ખેતી કરવાની સલાહ આપી રહી છે, પરંતુ ખાસ કરીને ફળ પાકોમાં ઓર્ગેનિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ વિશેષ સવલત ખેડૂતોને આજ દિન સુધી આપવામાં આવી નથી.

જેને કારણે તાલાલા વિસ્તારમાં કેસર કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોમાં રાજ્ય સરકારના અભિગમ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમજ ગીર અને જુનાગઢ જિલ્લાના વિસ્તારમાં ફળના પાકોની ખેતી કરનાર ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે વિશેષ સવલતો આપવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

દર વર્ષે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા રાજ્યભરમાં યોજવામાં આવતા કૃષિ મેળાઓમાં ખેડૂતોને ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા ખેતી કરવાના રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સુચનો આપવામાં આવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી કરવાના સંસાધનો તેમજ ખેતીમાં આવતા ખર્ચ માટે રાજ્ય સરકાર ખેડૂતલક્ષી કોઈ હકારાત્મક વલણ દાખવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details