જુનાગઢઃ વંથલી તાલુકાના થાણા પીપળી ગામના 12 જેટલા ખેડૂતો પાછલા કેટલાક દિવસથી વીજ કંપની દ્વારા ઉભા કરવામાં આવી રહેલા વીજ પોલના વિરોધમાં સામે આવ્યા છે. વીજ કંપની દ્વારા થાણા પીપળી ગામના 12 જેટલા ખેડૂતોને ખેતીલાયક અને ઉપજાઉ જમીન પર મહાકાય વીજ પોલ ઉભા કરવાનું કામ શરૂ કર્યું છે. જેનો વિરોધ(Junagadh Farmer protest) ગામના અસરગ્રસ્ત 12 જેટલા ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનો મત છે બિન ઉપજાઉ અને સરકારી તેમજ ખરાબાની જમીન પર વીજ પોલ ઉભા કરવાની બાહેધરી વીજ કંપની દ્વારા આપવામાં આવી હતી. પરંતુ અચાનક તેમાં ફેરફાર કરીને ખેતીલાયક જમીન પર આ મહાકાય વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેનો વિરોધ હવે ગામના 12 જેટલા ખાતેદાર અસરગ્રસ્ત ખેડૂતો(Junagadh Farmer protest Electricity Poll) કરી રહ્યા છે.
ખેતીલાયક જમીનને વીજપોલથી થઈ શકે છે મોટું નુકસાન
ખેતીલાયક અને ઉપજાઉ જમીન પર જે પ્રકારે વીજપોલ(Power pole on farmers land) ઊભા કરવામાં આવ્યા છે તેને લઈને ખેતીલાયક જમીનને મોટું નુકસાન થઈ શકે છે તેવો મત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, અહીંથી પસાર થતી 66 કિલો વોટની ભાટિયા લિંગ લાઈન પર 12 જેટલા મહાકાય વીજપોલને જેટકો કંપની(JETCO Company to Power Pole) દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. પહેલા આ જ લાઇન સરકારી અને ખરાબાની જમીન પર પસાર કરવાની બાંહેધરી જેટકો કંપની દ્વારા આપવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર અચાનક જ તેમાં ફેરફાર કરીને ખેતીલાયક જમીન પર આ વીજ પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.