ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપામાં જાહેર કરાયેલાં પદાધિકારીઓમાંથી મહિલાઓની બાદબાકી - Exclusion of women

જૂનાગઢ ઃ તાલુકમાં મનપામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં એક પણ પદ કે હોદ્દા પર મહિલાની નિમણૂંક કરાઈ નથી. જેને લઈ શાસક અને વિરોધ પક્ષની મહિલામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ મનપામાં જાહેર કરાયેલાં પદાધિકારીઓમાંથી મહિલાઓની કરાઈ બાદબાકી

By

Published : Aug 2, 2019, 4:10 PM IST

શુક્રવારના રોજ જૂનાગઢ મનપામાં વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડક જેવા જવાબદાર પદો પર બિનહરીફ વરણી થઈ હતી. આ વરણીમાં ચોંકાવનારી વાત એ હતી કે, એક પણ પદ માટે જૂનાગઢ મનપામાં કોઈ મહિલાની વરણી કરવામાં આવી નથી. તમામ હોદ્દાઓ પર પુરુષ કોર્પોરેટરોની જ નિમણૂંક કરવામાં આવી હતી. જેને લઈને શાસક અને વિરોધ પક્ષની મહિલા કોર્પોરેટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જૂનાગઢ મનપામાં જાહેર કરાયેલાં પદાધિકારીઓમાંથી મહિલાઓની કરાઈ બાદબાકી

પ્રથમ વખત જૂનાગઢ મનપામાં 50 ટકા બેઠકો પર મહિલા અનામત લાગું કરવામાં આવી છે. જે પૈકી જૂનાગઢ મનપાની 60 બેઠકોમાંથી 30 બેઠકો પર મહિલા કોર્પોરેટરો ચૂંટાઈને આવી છે. જેમાં ત્રણ કોર્પોરેટરો વિરોધ પક્ષમાંથી અને 27 કોર્પોરેટરો શાસક પક્ષમાંથી ચૂંટાયા છે. પણ શુક્રવારના રોજ જાહેર કરેલાં પદાધિકારીઓના નામમાં એક પણ મહિલા કોર્પોરેટરને સ્થાન ન મળતાં સરકારની મહિલા ઉત્થાનની વાતો પોકળ સાબિત થતી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details