જૂનાગઢઃ શહેરમાં આવેલા દેવળના પાદરીએ અનોખી વ્યવસ્થા કરી છે. છેલ્લા 70 દિવસ સુધી ચાલેલા લોકડાઉન અને ત્યાર બાદ છેલ્લા 6 દિવસથી શરૂ થયેલા અનલોક-1 દરમિયાન પાદરી અનુયાયીઓની પ્રત્યક્ષ ગેરહાજરી વચ્ચે ચર્ચામાં દરરોજ પ્રાર્થના સભા અને પૂજા કરી રહ્યા છે.
70 દિવસ કરતા વધુ ચાલેલા લોકડાઉન અને ત્યાર બાદ શરૂ થયેલા અનલોક-1ના તબક્કામાં દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે જૂનાગઢમાં આવેલા દેવળના પાદરીએ અનોખી અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાદરીએ દેવળમાં આવતા અનુયાયીઓના નામ અહીં રાખવામાં આવેલી બેઠક વ્યવસ્થા પર કાગળ પર લખીને ચોંટાડી દીધા છે. જેને લઇને દરેક અનુયાયીઓ નિયમિત રીતે યોજવામાં આવતી પ્રાર્થના સભા અને પૂજામાં પ્રત્યક્ષ નહીં તો, પરોક્ષ રીતે પણ હાજર રહી શકે છે.