જૂનાગઢ આજે નૂતન વર્ષનો પ્રારંભ થયો છે, ત્યારે જૂનાગઢમાં (New Year in junagadh) આવેલા અપના ઘરના વડીલો પોતાની એકલતાની વચ્ચે તેમના ઈષ્ટદેવની હાજરીમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સિનિયર સિટીઝન કે જેઓ વૃદ્ધાશ્રમમાં પોતાના જીવનનો અંતિમ સમય વિતાવી રહ્યા છે. તેઓ સંસારની ભાગદોડની વચ્ચે આજે શાંતિભર્યા વાતાવરણમાં નવા વર્ષની ખામોશી સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. (junagadh vrudhashram apna ghar)
વડીલોએ કરી ઈશ્વરની સાથે નવા વર્ષની ઉજવણીઆજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યુ છે, ત્યારે જૂનાગઢમાં આવેલા અપના ઘરના વડીલો પણ નવા વર્ષની ઉજવણી તેમના ઈષ્ટદેવ સાથે કરી રહ્યા છે. અપના ઘરમાં રહેતા અને પોતાના જીવનના અંતિમ સમય પસાર કરતા વડીલો આજે નવા વર્ષના દિવસે સમગ્ર સંસારની જાકમજોળ અને કોલાહલથી દૂર રહીને એકદમ શાંતિ ભર્યા વાતાવરણની વચ્ચે પોતાના ઈષ્ટદેવની હાજરી અને સંગાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો તેમના સંતાનો દ્વારા તરછોડવામાં આવ્યા છે. તેમ છતાં તેઓ આજે માનસિક રીતે વધુ મજબૂત બનીને નવા વર્ષની ઉજવણી જાજરમાન રીતે કરી રહ્યા છે. (happy new year in junagadh)