ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદ એસટી અધિકારીઓના ચેકિંગ દરમિયાન વાહન ડિટેઇન કરવા બાબતે મારામારી - gujarat

જૂનાગઢઃ કેશોદ બાયપાસ જૂનાગઢ ચોકડી નજીક એસટી ચેકીંગ દરમિયાન વાહન કરવા બાબતે પ્રાઇવેટ વાહન ચાલકે પથ્થરમારો કર્યો હતો. જેથી સરકારી વાહનોના કાચ ફુટયા હતા અને એક સરકારી અધિકારીને ઇજા થઇ હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 5, 2019, 5:13 AM IST

માહિતી મુજબ ગુરુવારે સવારે એસ.ટી નિગમના સીઇઓ ચેકીંગ ટીમ કેશોદની જૂનાગઢ ચોકડી ઉપર ચેકીંગ હાથ ધર્યુ હતું. ત્યારે પ્રાઇવેટ વાહનોવાળાએ આ ચેકીંગ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. સીઇઓ ચેકીંગના અધિકારીને પ્રાઇવેટ વાહન ચાલકે કહ્યું કે, અન્ય વાહન ચાલકોને રોકવામાં આવતા નથી અને મારુ વાહન જ કેમ તેવુ કહેતા વાહન ચાલકને એસટી અધિકારીએ ધક્કો માર્યો હતો. ત્યારે પ્રાઇવેટ વાહનોવાળાએ આ ચેકીંગ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ કારણે સરકારી વાહનોના કાચ પણ ફુટયા હતા.

એસટી સીઇઓ ચેકીંગ દરમિયાન વાહન ડિટેઇન કરવા બાબતે મારામારી
સરકારી અધિકારી અને પ્રાઇવેટ વાહન ચાલક સામસામે આવી જતા ઇજા થવા પામી હતી, આથી લોકોના ટોળે ટોળે ઉમટયા હતા. આથી આ બનાવ અંગે કેશોદ પોલાસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવીને મામલો થાળે પાડયો હતો. જયારે ચેકીંગ દરમિયાન વાહનોના કાચ તુટયાં અંગેની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details