વડાપ્રધાન મોદીના સ્વપ્નનો પ્રોજેક્ટ એટલે ગિરનાર 'રોપ વે'. ગત 2 વર્ષથી આ 'રોપ વે'નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ભવિષ્યમાં એશિયાના સૌથી ઊંચો બનનાર આ 'રોપ વે'ને આગામી મહિનામાં રાષ્ટ્રની સંપત્તિ જાહેર કરી દેવામાં આવે તો પણ નવાઈ નહીં.
જૂનાગઢ જિલ્લા કલેક્ટરે 'રોપ વે' સાઈટની લીધી મુલાકાત
જૂનાગઢ: વડાપ્રધાન મોદીના સ્વપ્નનો પ્રોજેક્ટ એટલે ગિરનાર 'રોપ વે'. ગત બે વર્ષથી આ 'રોપ વે' બનાવવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે જિલ્લા કલેક્ટરે સાઈટની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટરે 'રોપ વે' સાઈટની લીધી મુલાકાત
સરદાર સાહેબની પ્રતિમા બનાવીને ગુજરાત પહેલાં સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના પર આકર્ષિત કરી ચુક્યું છે. જ્યારે હવે રોપ વે બનાવીને ભારતને આકર્ષિત કરવાથી થોડા પગલાં દુર છે. રોપ વે બન્યા પહેલાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર પણ કામને લઇને ઉત્સુક જોવા મળ્યા અને માટે જ તેઓ 'રોપ-વે'ની મુલાકાત લેવાનું ચુક્યા નહીં. જિલ્લા કલેક્ટરે મુલાકાત કરીને કામની પ્રગતીનો ચિતાર મેળવ્યો હતો અને સાથે જ આગામી મહિનામાં 'રોપ વે' તૈયાર થઇ જવાની આશા વ્યક્ત કરી હતી.