કેશોદ શહેરમાં સ્કાય ફોરેસ્ટ યુથ કલબ કેશોદ અને રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા ચકલીના માળા, બર્ડ ફિડર, પાણીના કુડાનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આ વર્ષે છેલ્લા 18 વર્ષનો રેકર્ડ તોડી ગરમીનો પારો 44 ડીગ્રીએ પાર પહોંચી ગયો છે. સામાન્ય વ્યક્તિ ત્રાહીમામ પોકારી રહ્યો છે અને બપોરના સમયે મુખ્ય માર્ગો સુમસામ ભાસે છે.
કેશોદમાં પક્ષી પ્રમીઓએ માળા અને કુંડાનુ કર્યું વિતરણ
જુનાગઢઃ રાજ્યભરમાં અંગ દઝાડતો તાપ અને ગરમી પડી રહી છે. જુનાગઢના કેશોદમાં ઉનાળામાં પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણ સ્કાય ફોરેસ્ટ યુથ કલબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે આશરો મળી રહે તેવા હેતુથી સ્કાય ફોરેસ્ટ યુથ કલબ દ્વારા કેશોદમાં વૈભવ બુક સ્ટોર પાસે, પોસ્ટ ઓફીસ સામે, કેશોદ ખાતે છાવણી રાખીને પક્ષીઓના માળા પાણીનાં કુંડાનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. સ્કાય ફોરેસ્ટ યુથ કલબના રેવતુભા રાયજાદાને કેશોદ શહેર તાલુકાના પર્યાવરણ પ્રેમીઓ, પક્ષીપ્રેમીઓ અને સામાજિક સંસ્થાઓ આગેવાનોએ શહેજનોએ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને શહેરીજનોએ મોટી સંખ્યામાં ચકલીના માળા, બર્ડ ફિડર, પાણીના કુંડાની ખરીદી કરી હતી.