ત્યારે કેશોદના લોકોને આ માટે બર્ડ ફીડર અને પાણીના કુંડા, અને ચકલીના માળાના ફેન તથા કેશોદ પર્યાવણ સમિતિ તથા કેશોદના પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓ તથા ઝૂમ ગ્રુપ દ્વારા રાહત દરે વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પક્ષીઓની જિંદગી બચાવવાનું અભિયાન સફળ થાય તે માટે કેશોદવાસીઓએ પક્ષીઓનાં માળાનું ઉત્સાહભેર ખરીદી કરી હતી.
કેશોદમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું રાહતદરે વિતરણ - gujarati news
જુનાદઢઃ જિલ્લાના કેશોદમાં ગ્લોબલ વૉર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ચકલા અને નાના પક્ષીઓ ખુબ પરેશાન થઇ રહ્યા છે. તેમને પીવાના પાણીની સમસ્યાથી મૃત્યુ પામતા જોવા મળે છે. ત્યારે કેશોદમાં બર્ડ ફીડર પાણીનાં કુંડા તથા ચકલીઘરનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
બર્ડ ફીડર પાણીનાં કુંડા તથા ચકલીઘરનુ
હાલ ઉનાળાની સીજન છે. અને ઉનાળામાં લોકોપણ પાણી માટે વલખાં મારી રહયા છે. ત્યારે પક્ષીઓ પણ આ ગરમીથી અકળાઇ ગયા છે. અને અમુક પક્ષીઓ પાણી ન મળવાથી મૂત્યુપણ પામે છે. જેથી આવી સેવાભવી સંસ્થાઓ દવારા આવી પ્રવ્રૂતિ ચાલુ રહે, તો ચક્સપણે આવા પક્ષીઓના અનેક જીવ બચી જાય છે.