ફાફડા એજ પણ બનાવવાની સ્ટાઈલ એકદમ યુનિક, જોઈને મોં માં આવી જશે પાણી! જૂનાગઢ: ફાફડા જલેબીની વાત આવે તો ભલભલાને મોંમાં પાણી આવી જાય છે. ફાફડા જલેબીની વાત આવે એટલે ગુજરાત જ યાદ આવી જાય. ફાફડા અને લાંબા ગાંઠીયા આ ત્રણ ફાફડાના ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં બોલતા નામ છે. ગુજરાત બહાર એક માત્ર ફાફડા ગાંઠિયા તરીકે પ્રસિદ્ધ એવા સૌરાષ્ટ્રના ગાંઠિયાની બનાવટ પણ અલગ અલગ જોવા મળે છે. મોટે ભાગે ફાફડા ગાંઠીયા વર્ષોથી લાકડાના મોટા પાટલા પર બનતા સૌ કોઈએ જોયા હશે. ફાફડા ગાંઠિયાને ઉઠાવીને તેલમાં તળવા માટે ધારદાર ચપ્પુની જરૂર પડે છે. ચપ્પુ વગર લાકડાના પાટલા પરથી ફાફડા કે પાટા ગાંઠિયા ને ઉઠાવવુ મુમકીન નથી. પરંતુ કેશોદમાં અનોખી રીતે ફાફડા ગાંઠિયા બનતા જોવા મળે છે.
ફાફડા એજ પણ બનાવવાની સ્ટાઈલ એકદમ યુનિક અનોખી રીતે ફાફડા ગાંઠિયા: આધુનિક સમયમાં અને લોકોની ખૂબ મોટી માંગને પહોંચી વળવા માટે આજે ફાફડા ગાંઠિયા બનાવવાનું મશીન આવી ચૂક્યું છે. સેકન્ડો મા ફાફડા ગાંઠિયા મશીનમાં તૈયાર થાય એટલી ઝડપે ગાંઠિયા બનતા જોવા મળે છે. લાકડાના પાટલા પર બનતા ફાફડા ગાંઠિયાને ઉઠાવીને તેલમાં તળવા માટે ધારદાર ચપ્પુની જરૂર પડે છે. ચપ્પુ વગર લાકડાના પાટલા પરથી ફાફડા કે પાટા ગાંઠિયાને ઉઠાવવુ ના મુમકીન છે. પરંતુ કેશોદમાં બનતા જોવા મળે છે.
ફાફડા એજ પણ બનાવવાની સ્ટાઈલ એકદમ યુનિક સીધા હાથેથી બનાવીને ઊંચકાય છે ફાફડા: કેશોદમાં જૂની બજારમાં આવેલા કુદરત આધીન ફરસાણ ના માલિક નિલેશભાઈ જોશી અનોખી રીતે ફાફડા ગાંઠિયા બનાવીને સૌ કોઈને ચોકાવી આપે છે. આજથી 70 વર્ષ પૂર્વે શરૂ થયેલી ફરસાણની દુકાન આજે પણ પરંપરાગત રીતે ફાફડા કે પાટા ગાંઠિયા બનાવી રહી છે. ગાંઠીયા વણવાની સાથે તે લાકડાના પાટલા પરથી સીધા ઊંચકીને તેલમાં તળાતા જોવા મળે છે. સામાન્ય રીતે ગાંઠિયાને લાકડાના પાટલા પરથી ઉચકવા માટે ધારદાર ચપ્પુની જરૂર પડે છે. પરંતુ નિલેશભાઈ સીધા કોઈપણ પ્રકારની ચપ્પુ કે ધારદાર ચીજનો ઉપયોગ કર્યા વગર સીધા ગાંઠિયા ને પાટલા પરથી ઊંચકે છે. આ પ્રકારે ગાંઠીયા બનાવતા હોય તેવો કદાચ ક્યારેય જોવા મળ્યું નહીં હોય.
ફાફડા એજ પણ બનાવવાની સ્ટાઈલ એકદમ યુનિક નિલેશભાઈ કંદોઈ એ આપી વિગતો: કુદરત આધિન ફરસાણ માર્ટ ના માલિક નિલેશભાઈ જોશી એ ઈ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે તેમના પિતાજી આ ફરસાણ ની દુકાન ચલાવતા હતા તેમના દ્વારા આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે તેમની પાસેથી ફાફડા બનાવવાની આ કળા ને તેઓએ હસ્તગત કરી છે આજે 70 વર્ષથી સતત આ જ પ્રકારે ફાફડા ગાંઠિયા બની રહ્યા છે જેમાં કોઈ ધારદાર ચપ્પુ કે હથિયાર નો ઉપયોગ કરવામાં આવતો નથી તેવો માને છે કે ચપ્પુનો ઉપયોગ કર્યા વગર ગાંઠિયા પાટલા પરથી ઉપાડવામાં આવે છે તેને કારણે તેના સ્વાદ અને ખાસ કરીને તેના કરકરાપણામાં ખૂબ જ ફરક જોવા મળે છે. જેથી તેઓ કોઇ પણ પ્રકારના છરી ચપ્પુ કે ધારદાર ચીજનો ઉપયોગ કર્યા વગર ફાફડા ગાંઠિયા ને સીધા પાટલા પરથી ઉઠાવી તેલમાં તળી રહ્યા છે.
- તેલના ભાવમાં વધારો થતા જલેબી અને ફાફડા દશેરામાં હશે મોંઘા
- સુરતમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડા લેવા લોકોની લાગી મોટી લાઈનો