- હિંદુ ધર્મ વિધિમાં સંક્રાંતના પવિત્ર સ્નાનને આપવામાં આવે છે વિશેષ ધાર્મિક મહત્વ
- આજે મકરસંક્રાંતિના પર્વની ધાર્મિક આસ્થા સાથે થઈ રહી છે ઉજવણી
- દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને ભાવિકોએ કરી મકરસંક્રાંતિની ઉજવણી
ભાવિકોએ મકરસંક્રાંતિના પર્વને લઇને દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કર્યું
જૂનાગઢઃઆજે મકરસંક્રાંતિનું પુણ્ય કાલીન પર્વ સમગ્ર દેશમાં ઊજવવામાં આવી રહ્યું છે, ત્યારે આજના દિવસે પવિત્ર નદી અને ઘાટોમાં સ્નાન કરવાની ધાર્મિક પરંપરા આદિ-અનાદિ કાળથી જોવા મળી રહી છે. જેને લઈને ગિરનાર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ સ્નાન કરીને મકરસંક્રાંતિની ધાર્મિક ઉજવણી કરી હતી.
ભાવિકોએ મકરસંક્રાંતિના પર્વને લઇને દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કર્યું મકરસંક્રાંતિનું પાવન પર્વ ધાર્મિકતા સાથે ઉજવાયું
આજે મકરસંક્રાંતિનું પાવન પર્વ સમગ્ર દેશમાં ધાર્મિક હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યું છે. આજના દિવસે દાન પુણ્યની સાથે પવિત્ર નદીઓ અને ઘાટોમાં સ્નાન કરવાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે આજે ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ વહેલી સવારે આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર મકરસંક્રાંતિનું સ્નાન કરીને પોતાની જાતને ધન્ય બનાવી હતી. આજના દિવસને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, ત્યારે આજે વહેલી સવારે પુણ્યશાળી યોગમાં હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકોએ પવિત્ર દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને મકરસંક્રાંતિનું પવિત્ર સ્નાન સંપન્ન કર્યું હતું.
આજના દિવસે છે સ્નાનનો પણ વિશેષ મહિમાં જોવા મળે છે
મકરસંક્રાંતિના પાવન પર્વે દેવી-દેવતાઓ નિંદ્રા અવસ્થામાંથી બહાર આવતા હોય છે. તેવી આપણી ધાર્મિક માન્યતા છે, ત્યારે આજના દિવસે ધનારક કર્મુતા પણ પૂર્ણ થતા હોય છે. જેને ધ્યાને રાખીને આજે મોટી સંખ્યામાં ભાવિકોએ ભવનાથ તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને મકરસંક્રાંતિના સ્નાનમાં ભાગ લીધો હતો.