- ગિરનારના પગથીયા પરથી મા અંબાના દર્શન કરવા તે જ સાચી ધાર્મિકતા
- ગિરનાર રોપ-વે પર્યટન માટે આવકારદાયક, પરંતુ ધાર્મિકતા માટે પગથિયા જ શ્રેષ્ઠ
- પગથીયા ચડીને જ થાય છે ધાર્મિકતાની અનુભુતિ
જૂનાગઢ : ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે શરૂ થઈ ચૂકયો છે. ગિરનાર પર્વત બિરાજતા અંબાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે ETV BHARATની ટીમે ગિરનાર રોપ-વે અને પગથીયા ચડીને મા અંબાજીના દર્શન કરવા જતા માઇભક્તોનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ગિરનાર પર્વત પર રોપ વે બનવા છતા, પગથીયા ચડીને મા અંબાજીના દર્શનનું મહત્વ યથાવત રોપ-વે થકી ક્યારેય પ્રાપ્ત થઈ શકે નહીં
મોટાભાગના માઈભક્તો એવું માની રહ્યા છે કે, આધુનિક સમયમાં ગિરનાર રોપ-વેની જરૂર હતી. પર્યટન માટે પણ ગિરનાર રોપ-વેને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે, પરંતુ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે આદિ અનાદિકાળથી ગિરનાર પર્વતના પગથિયા પર કપરી યાત્રા પૂર્ણ કરીને મા અંબાના દર્શન કરવાનું જે ધાર્મિક મહત્વ અને અનુભૂતિ થાય છે, તે ધાર્મિકતા અને મા અંબાની અનુભૂતિ ગિરનાર રોપ-વે થકી ક્યારેય પ્રાપ્ત થઈ શકે નહીં.
ધાર્મિક આસ્થા અને માનતા માટે આજે પણ ગિરનારની સીડીને પ્રથમ પસંદ કરતા યાત્રિકો
કોઈપણ ધર્મ સ્થાનનું મહત્વ પ્રાચીન રીતે તે ધર્મસ્થાનોમાં જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ તેનું ફળ મળતું હોય છે. મોટા ભાગના ધાર્મિક સ્થાનો તેમના પરંપરાગત માર્ગો અને આદિ-અનાદિ કાળથી ધર્મગ્રંથોમાં જેનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ ધાર્મિક યાત્રા કરવામાં આવે તો, તેનું વિશેષ ફળ મળતું હોય છે. આવી યાત્રા થકી જ લોકો તેમની ઈચ્છા અને આસ્થા અનુસાર યાત્રા કરીને પોતાના દેવી-દેવતાઓના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.
માર્ગ પર યાત્રા કરવાથી પ્રત્યેક ડગ પર ધર્મની સાથે ઈશ્વરની અનુભૂતિ થાય છે
આ સાથે જે માર્ગ સૂચવ્યો છે, તે માર્ગ પર યાત્રા કરવાથી પ્રત્યેક ડગ પર ધર્મની સાથે ઈશ્વરની અનુભૂતિ થાય છે. તે યાંત્રિક રીતે ઉભા કરવામાં આવેલા માર્ગો પર થતી નથી. જો કોઈપણ વ્યક્તિએ ધાર્મિકતાની સાથે પોતાના ઇષ્ટદેવની અનુભૂતિ કરવી હોય તો તે હિંદુ ધર્મમાં સૂચવવામાં આવેલા છે, તેવા માર્ગ પર પ્રત્યે ડગ ભરીને ધાર્મિકતાનો અનુભવ પ્રાપ્ત કરી શકાય છે.