જૂનાગઢ : કોરોના વાઈરસના કહેરની જિલ્લામાં કપાસનો કકળાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કપાસ પકવતા ખેડૂતોની સરકાર સમક્ષ માગ છે કે, જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદી માટે સીસીઆઇનું એક કેન્દ્ર આપવામાં આવે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
CCIનું ખરીદ કેન્દ્ર શરૂ કરવા જૂનાગઢના ખેડૂતોની માગ હાલ કોરોના વાઇરસ સમગ્ર રાજ્યની સાથે દેશમાં પણ કહેર વરસાવી રહ્યો છે. તેની વચ્ચે જૂનાગઢ જિલ્લાના કપાસ પકવતા ખેડૂતોમાં રાજ્ય કે કેન્દ્ર સરકાર કપાસની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરે તેવી માગ કરવામાં આવી રહી છે. જે પ્રકારે કોરોના વાઇરસને કારણે ખેડૂતોનો પાક તેના ઘરમાં પડી રહ્યો છે. તેને લઇને ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ ગયા છે, ત્યારે સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી માગ ખેડૂતોમાં ઉઠી રહી છે.સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ખરીદી માટે સીસીઆઇ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી એક પણ કેન્દ્ર ખોલવામાં આવ્યું નથી જેને લઇને ખેડૂતોને કપાસની વહેંચણીમાં ખુબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેના પગલે જિલ્લામાં ઓછામાં ઓછું એક કેન્દ્ર ખોલવાની ખેડૂતો સરકાર સમક્ષ માગ કરી રહ્યા છેહાલ જે જિલ્લામાં કપાસની સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે ત્યાંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં સીસીઆઈનુ એક પણ ખરીદ કેન્દ્ર નહીં હોવાને કારણે ખેડૂતો તેમનો કપાસ ખુલ્લી બજારમાં વહેંચવા માટે મજબૂર બની રહ્યો છે. જેમાં તેને ખુબ મોટુ આર્થિક અને માનસિક નુકસાન પણ થઈ રહ્યું છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લામાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદવા માટેનું એક કેન્દ્ર ખોલવામાં આવે તેવી માગ જૂનાગઢના ખેડૂતો કરી રહ્યા છે.