ગુજરાત

gujarat

ETV Bharat / state

માણાવાદર પાલિકામાં તત્કાલીક પ્રમુખની ચૂંટણી યોજવા માગ - Junagadh samachar

માણાવદર નગરપાલિકાની પ્રમુખ પદની ચૂંટણી વેળાસર યોજવા 11 સભ્યો જિલ્લા કલેક્ટર કચેરી પહોચ્યાં હતા અને કલેક્ટરને કોઇ પણ જાતના રાજકીય દબાણ વગર તાકીદથી ખાલી પડેલી પ્રમુખની જગ્યા ભરવા લેખિતમાં રજૂઆતો કરી હતી.

aa
માણાવાદર નગરપાલીકા પ્રમુખની તત્કાલીક ચુંટણી યોજવા માગ

By

Published : Feb 5, 2020, 9:32 AM IST

જૂનાગઢઃ માણાવદર નગરપાલિકાના પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાને નગર પાલિકા અધિનિયમની કલમ 40 હેઠળ હોદ્દા પરથી મોકુફ કરવામાં આવ્યાં છે. કલમ 37 હેઠળ હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યાં નથી. જેથી પ્રમુખપદની ચૂંટણી થઇ શકે નહી, પરંતુ મોકુફ કરાયેલ પ્રમુખ પોતે જ સામેથી રાજીનામું આપ્યું છે, ત્યારે ચૂંટણીનો માર્ગ આપાઆપ ખુલી ગયો છે. સભ્યોએ કલેક્ટરને જણાવ્યું છે કે, પ્રમુખ નિર્મળસિંહે જાતે જ પોતાનું રાજીનામું આપ્યુ છે, ત્યારે કલમ 35 હેઠળ તેમનું રાજીનામું સ્વીકારી કોઇ પણ જાતના રાજકીય દબાણને વશ થયા વિના 25 દિવસની અંદર પ્રમુખપદની ચૂંટણી માટે નગરપાલિકા જનરલ બોર્ડ બોલાવી ચૂંટણી પ્રક્રિયા આગળ વધારે તેવા હુકમો કરવા જોઇએ. અધ્ધરતાલ રહેલો આ પ્રશ્ર્ન સુલઝાવવો જોઇએ.

માણાવાદર પાલિકામાં તત્કાલીક પ્રમુખની ચૂંટણી યોજવા માગ

હોદ્દા પરથી મોકુફ કરાયેલા પ્રમુખે હોદ્દા મોકુફીના હુકમ સામે કોઇ જાતની અપીલ કે, રિટપિટીશન કરેલી નથી. જેથી આ પ્રશ્ર સંદર્ભે કોઇ વાદ ચાલું નથી કે બાકી નથી. પ્રમુખ ઉપર ફોજદારી કેસ થયેલ છે. એ કેસની FIR સામે પ્રમુખે કઇ કાર્યવાહી કરેલ હોય કે, કાર્યવાહી ચાલુ હોય તો એ કેસ અંગેની કાર્યવાહી નગરપાલિકા અધિનિયમ નીચેની કાર્યવાહીમાં અડચણ રૂપ નથી. જેથી પ્રમુખે આપેલ રાજીનામાનો સ્વીકાર કરવામાં કાયદાકીય પ્રશ્ન નડે તેમ નથી. ચૂંટાયેલા લોક પ્રતિનિધિને રાજીનામું આપતા કોઈ સત્તા રોકી શકે નહી.

આ અગિયાર સભ્યોના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને જણાવ્યું છે કે, મોકુફી કરાયેલા પ્રમુખનું રાજીનામું આપ કયા કારણસર સ્વીકારતા નથી. ફરજથી મોકુફ થયેલા પ્રમુખના રાજીનામાં બાબતે તકરાર ઉભી થાય તો આપ નિર્ણય કરવા કમિશ્નરને મોકલી શકો છો, પરંતુ આ પ્રશ્રને કોઇ ત્રાહિત વ્યક્તિ તકરાર ઉભી કરી શકે નહીં. આ પ્રશ્ર પરત્વે આપ નિષ્ઠાથી રાજીનામું આપ્યાની તારીખથી સ્વીકારી 25 દિવસની અંદર પ્રમુખપદની ચૂંટણી માટે એજન્ડા જાહેર કરવા જોઇએ. આ પ્રક્રિયા આગળ વધારવા આપને વિનંતી છે.

ABOUT THE AUTHOR

...view details