ગુજરાત

gujarat

ETV Bharat / state

દામોદર કુંડની યાત્રાધામ વિકાસ બોર્ડ સફાઈ કરાવે તેવી ભાવિકોની માગ - Cleaning Damodar Kund

જૂનાગઢ: ગિરનારની તળેટીમાં આવેલા પ્રખ્યાત દામોદર કુંડનું પાણી ગંદુ થઈ રહ્યું હોવાથી અહીં આવતા શ્રધ્ધાળુઓમાં નારાજગી જોવા મળી રહી છે. અહીંયા પવિત્ર સ્નાન માટે આવતા લોકોની માગ છે કે, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રાચીન સમયથી ધાર્મિક મહત્તા ધરાવતા કુંડની સફાઈ કરી તેને ફરીથી પવિત્ર બનાવે.

Damodar Kund
દામોદર કુંડ

By

Published : Jan 20, 2020, 7:16 PM IST

આ વર્ષે સારા વરસાદને કારણે ચોમાસા દરમિયાન દામોદર કુંડમાં છલોછલ પાણી ભરાઈ ગયુ હતું. જેથી કુંડની ગંદકી પણ સાફ થઈ ગઈ હતી. પરંતુ ચોમાસાની ઋતુએ વિદાય લીધા પછી ફરીવાર દામોદર કુંડનું પાણી ગંદુ બની રહ્યું છે. જેને કારણે અહીં આવતા ભાવિકો દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે.

યાત્રાધામ વિકાસ બોર્ડ દામોદર કુંડની સફાઈ કરાવે તેવી ભાવિકોની માગ

છેલ્લા એક મહિનાથી દામોદર કુંડનું પાણી એટલી હદે અપવિત્ર થયું છે કે, અહીં આવતા શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે પણ ક્ષોભ અનુભવી રહ્યાં છે. જેને કારણે કુંડની પવિત્રતા ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. જોકે દુ:ખની વાત એ છે કે, અહીં આવતા શ્રદ્ધાળુઓ જ કુંડના પાણીમાં ગંદકી કરે છે. સ્થાનિકો જણાવી રહ્યાં છે કે, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ મામલે નક્કર પગલા લેવામાં આવે અને આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details