માંગરોળ તાલુકામાં કુલ 62 ગામો આવેલા છે આ તમામ ગામોના લોકોને માંગરોળ સરકારી કામકાજ માટે આવવું પડતું હોય છે,ત્યારે માંગરોળમાં ફકત એક જ આધારકાર્ડની ઓફીસ હોવાથી આધારકાર્ડ કાઢવા માટેની માત્ર એકજ કીટ છે. અહીં રોજના 40 કરતાં પણ ઓછા આધારકાર્ડ નીકળે છે ત્યારે ગામડેથી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે નજીકના ગામના લોકો વહેલાં પહોચે છે, ત્યારે તેઓ વારો 40માં આવી જાય છે.
માંગરોળમાં આધારકાર્ડ કઢાવવા માટે લોકોને ગામડેથી થયા ધરમના ધક્કા - JND
જુનાગઢનાઃ માંગરોળ તાલુકામાં કુલ 62 ગામો આવેલા છે ત્યારે આ તમામ ગામોના લોકોને માંગરોળ સરકારી કામકાજ માટે આવવું પડતું હોય છે,ત્યારે માંગરોળમાં ફકત એકજ આધારકાર્ડની ઓફીસ તેમજ કાર્ડ કાઢવા માટેની માત્ર એકજ કીટ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ લોકો દ્રારા માંગરોળમાં હજુ એક આધારકાર્ડની કીટ તેમજ એક ઓપરેટર વધારવા લોક દ્રારા માંગ કરવામાં આવી રહી છે..
જુનાગઢના માંગરોળ ખાતે આધારકાર્ડ કઢાવવા માટે લોકોને ગામડેથી થયા ધરમના ધક્કા
પરંતુ દુર ગામડેથી આવતા લોકો માંગરોળ પહોંચે તે પહેલા 40 કરતાં પણ વધારે લોકો પહેલાથી લાઇનો લગાવીને ઉભા હોય છે. જેથી લોકોને ત્રણ ત્રણ દિવસ સુધી આધારકાર્ડ કઢાવવા માટે ધરમના ધક્કા થતા હોય તેવુ સામે આવ્યું છે. વળી આધારકાર્ડ કાઢવા માટેની માત્ર એક જ કીટ અને એકજ ઓપરેટર હોવાથી આવી પરિસ્થીતિ સર્જાઇ છે. ત્યારે માંગરોળમાં હજુ એક આધારકાર્ડની કીટ તેમજ એક ઓપરેટર વધારવા લોક દ્રારા માંગ કરવામાં આવી રહી છે.