ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષકોને કંડક્ટરની જવાબદારી સોંપી PM મોદીના કાર્યક્રમમાં લઈ જવાય છે, સિસોદિયાના ભાજપ પર પ્રહાર - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (delhi deputy cm manish sisodia) સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે સૌપ્રથમ સોમનાથ મહાદેવના (somnath mahadev temple) દર્શન કર્યા ત્યારબાદ સાંજે કોડીનારમાં રોડ શૉ કર્યો હતો. આ સાથે જ તેમણે ગુજરાતની શાળાઓ અને શિક્ષણની સ્થિતિ અંગે સરકારને જવાબદાર (education system in gujarat) ઠેરવી હતી.

શિક્ષકોને કંડક્ટરની જવાબદારી સોંપી PM મોદીના કાર્યક્રમમાં લઈ જવાય છે, સિસોદિયાના ભાજપ પર પ્રહાર
શિક્ષકોને કંડક્ટરની જવાબદારી સોંપી PM મોદીના કાર્યક્રમમાં લઈ જવાય છે, સિસોદિયાના ભાજપ પર પ્રહાર

By

Published : Oct 20, 2022, 10:45 AM IST

જૂનાગઢરાજ્યમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા (delhi deputy cm manish sisodia) સોમનાથ જિલ્લાની મુલાકાતે (somnath mahadev temple) આવ્યા હતા. અહીં સૌપ્રથમ તેમણે સોમનાથ મહાદેવ મંદિરના (somnath mahadev temple) દર્શન કર્યા હતા.

શિક્ષણ પ્રણાલી અંગે સરકાર પર પ્રહાર ત્યારબાદ તેમણે કોડીનારમાં રોડ શૉ પણ કર્યો હતો. આ સાથે જ તેમણે ગુજરાતની શિક્ષણ પ્રણાલી (education system in gujarat) અંગે સરકારને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાળાઓ અને શિક્ષણની દુર્ગમ સ્થિતિ માટે ભાજપ સરકાર જ જવાબદાર છે.

27 વર્ષ પછી PM મોદી કરી રહ્યા છે સ્કૂલનું ઉદ્ઘાટન

પાર્ટીના નેતાઓ રહ્યા ઉપસ્થિતદિલ્હીના નાયબ મુખ્યપ્રધાને (delhi deputy cm manish sisodia) સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યો હતો. ત્યારબાદ તેઓ સોમેશ્વર મહાદેવની મહાપૂજામાં સામેલ થયા હતા. તેમની સાથે સોમનાથ બેઠક પરથી AAPના જાહેર થયેલા ઉમેદવાર જગમાલ વાળાની સાથે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) યુવાન અને અગ્રણી નેતાઓ સાથે રહ્યા હતા.

27 વર્ષ પછી PM મોદી કરી રહ્યા છે સ્કૂલનું ઉદ્ઘાટન દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સોમનાથ મુલાકાત દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 27 વર્ષ બાદ કોઈ સ્કૂલનુ ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ બાબત ખૂબ જ દુઃખદ છે.

સાંજના સમયે કોડીનારમાં યોજાયો રોડ શૉદિલ્હીના નાયબ મુખ્યપ્રધાને (delhi deputy cm manish sisodia)બીજા તબક્કામાં આજે કોડીનાર વિધાનસભા બેઠક (Kodinar Assembly Seat) પર કોડીનાર શહેરમાં રોડ શૉનું આયોજન કર્યું હતું. તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. સરકારી શાળાના શિક્ષકોને કંડક્ટરની જવાબદારી સોંપીને વડાપ્રધાન મોદી ની જુનાગઢ સભામાં લોકોને એકઠા કરવાની જવાબદારી આપી હતી તેને ખૂબ જ દુઃખદ ગણાવી હતી.

અમે વિશ્વ કક્ષાની શાળા બનાવીશુંઃ સિસોદિયા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 48,000 શાળાઓ સરકારના સીધા નિરીક્ષણ હેઠળ ચાલી રહી છે, જે પૈકીની 32,000 શાળાની હાલત દયનીય છે. આ શાળાઓમાં શિક્ષકોની ઘટની સાથે જર્જરિત વર્ગખંડો પણ શિક્ષણ વ્યવસ્થાને તોડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ચાલી રહેલી ભાજપની સરકાર શિક્ષણને (education system in gujarat) તોડવાનું કામ કરી રહી છે અને અમારી સરકાર આવવાથી શિક્ષણને જોડવાની સાથે વિશ્વ કક્ષાની સુવિધા ધરાવતી શાળાઓનુ અમે નિર્માણ કરીશું તેવું વચન પણ તેમણે સોમનાથમાં આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details