દીપડાએ મહીલા પર કર્યો હુમલો, મહીલાનુ મોત - Kangshiyada village
જુનાગઢઃ જિલ્લાના વિસાવદરમાં મારણ અને પાણીની શોધમા જંગલી પ્રાણીઓ શહેરી વિસ્તારમાં આવી જાય છે. ત્યારે કાંગશીયાડા ગામે દિપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી અવાર નવાર દીપડાઓ દ્રારા હુમલાના બનાવો અવાર નવાર બનતા રહે છે.
કાંગશીયાડા ગામે દિપડાએ મહીલા પર કર્યો હુમલો, મહીલાનુ મોત
ત્યારે વિસાવદર તાલુકાના કાંગશીયાડા ગામે શારદાબેન સમુજભાઈ નામની મહીલા રાત્રીના પોતાના ઘરની ઓશરીમા સુતેલા હતા, ત્યારે એક ખુંખાર દીપડો ખોરાકની શોધમા ગામમા ઘુસી આવેલા તે સમયે ઓશરીમા સુતેલા શારદાબેન ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી નાખેલા અને દીપડાના ખુખાંર હુમલામાં શારદાબેનનુ મોત થયેલ છે. જયારે સવારના સમયે વાયુવેગે વાત ગામમા પ્રસરતા ગામજનોના ટોળે ટોળા ઉમટી પડેલ અને સમગ્ ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગ પણ ધટના સ્થળે પોહચી યોગ્ય તપાસ હાથ ધરી છે.