સ્થાનિક લોકકલા સાથે જોડાયેલા લોકવાદ્યોનો ફરીથી આવશે જમાનો જૂનાગઢ : ભોપાલ ખાતે ગુજરાતના સાંસ્કૃતિક, સમાજ જીવનને ઉજાગર કરતા લોકકલા સંગીત અને તેની સાથે જોડાયેલા લોકવાદ્યો પર ગુજરાતના સાહિત્ય અને સંગીત પ્રેમીઓ દ્વારા મનોમંથનની સાથે પરિસંવાદ શરૂ થયો છે. જે આગામી 21મી તારીખ સુધી યોજાશે. જેમાં ગુજરાતના ભૂતકાળ બની ચૂકેલા લોકવાદ્યોને બચાવવા માટે મનોમંથન કરવામાં આવશે.
ગુજરાતની ધરોહર લોકવાદ્યોને બચાવવા પરીસંવાદNCERT ભોપાલ ખાતે આગામી 21મી તારીખ સુધી ગુજરાતના સંગીત વાદ્યો અને લોકકલા પર ગુજરાતના સંગીત તેમજ સાહિત્ય સાથે જોડાયેલા શ્રેષ્ઠિઓનો એક પરિસંવાદ યોજાઈ રહી છે. જેમાં ગુજરાતના લોકવાદ્યોકે જે સ્થાનિક લોકકલા સાથે સંકળાયેલા છે. તેમને ફરીથી સમાજ જીવનનો ભાગ બનાવવા માટે મનોમંથન કરવામાં આવી રહ્યું છે. જે પૈકી દક્ષિણ ગુજરાતના સ્થાનિક લોકવાદ્યો પર મનોમંથન કરવામાં આવ્યું છે. આગામી 21 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં જોવા મળતા સ્થાનિક લોકવાદ્યો પર ચિંતન કરાશે અને આગામી દિવસોમાં આ તમામ લોકવાદ્યોને લોકોની વચ્ચે ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ભૂતકાળ બની ચૂકેલા સંગીત વાદ્યોને ફરી રેલાવશે સુરગુજરાતનું લોકસાહિત્ય અને તેનું સ્થાનિક લોકસંગીત આજે પણ કલા અને સાહિત્ય જગતમાં ખૂબ જ આદર સન્માન ધરાવે છે, ત્યારે ગુજરાતના વિવિધ પ્રાંતમાં તેમની સંસ્કૃતિ અને જાતિગત વ્યવસ્થાને ધ્યાન રાખીને લોકકલા સાથે જોડાયેલા સંગીતના વાદ્યો પણ એટલું જ મહત્વ ધરાવે છે. પરંતુ કાળક્રમે સતત બદલાતા જતા સમાજ જીવનને કારણે સ્થાનિક સંગીતની સાથે લોકકલાને જોડતા સંગીતના વાદ્યો પણ આજે વિસરાઈ ગયા છે. જેની ચિંતા ભોપાલ સ્થિત NCERT સંસ્થા દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકકલા સાથે જોડાયેલા સાહિત્યકારો પણ જોડાયા છે અને સંસ્કૃતિનું રક્ષણ કરતા લોકવાદ્યોને ફરી પ્રજા જીવનનો ભાગ બનાવવા માટે આગામી શનિવાર સુધી મનોમંથન કરતા જોવા મળશે.
આ પણ વાંચો :ભારતીય સાંસ્કૃતિક પોશાકનું મહત્વ સમજાવતો પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો અભિપ્રાય, જૂનાગઢમાં સાડી પરિધાન સ્પર્ધાનો ઉત્સાહ જૂઓ
લોકવાદ્યોને હાથવગી સામગ્રી સમગ્ર ગુજરાતમાં સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી લોકકલાઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. જેમાં સૌરાષ્ટ્રની ચારણ ગઢવી દક્ષિણ અને મધ્ય ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું લોકસાહિત્ય અને સંગીત આજે પણ ખૂબ મહત્વનું મનાય છે, ત્યારે પ્રાચીન સમયમાં લોકવાદ્યોને હાથવગી સામગ્રીમાંથી લોક સાહિત્યકારો અને કલાકારો દ્વારા સ્વયં નિર્મિત કરવામાં આવતા હતા. સૌરાષ્ટ્રની સાથે ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ સાથે પ્રકૃતિનું દોહન કરીને કલા વારસાને જીવંત રાખતા અનેક કલા સાહસિકો આજે પણ મનોમંથન કરી રહ્યા છે. સ્થાનિક સંસ્કૃતિમાં લોકકલાની સાથે જોડાયેલા સંગીતના વાદ્યો ગીત અને પોશાક આજે પણ સ્થાનિક લોકસાહિત્ય અને કલા વારસાને જીવંત બનાવવામાં ખૂબ મદદરૂપ બને છે. જેને કારણે આ પરીસંવાદનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો :અમેરિકાના પેન્સનવેલીયામાં બાલાસિનોરની આશ્કા સેવકે દર્શાવ્યો ભારતીય સંસ્કૃતિનો વારસો
જૂનાગઢના શિક્ષણ વિદે વ્યક્ત કર્યો તેમનો પ્રતિભાવશિક્ષણ વિભાગમાં ખૂબ મહત્વની સેવાઓ આપીને નિવૃત્ત થયેલા નૌષધ મકવાણા આ પરિસંવાદમાં સામેલ થયા છે. તેઓ કલા વારસાને ખૂબ નજીકથી જાણે અને માણે છે, ત્યારે આ પરીસંવાદમાં આગામી દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતના સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકવાદ્યો જેવા કે ખપાટ, એકતારો, ઢાંક, કોટવાળ, ચિપીઓ, ઢોલ, કુંડીથાળી, કાસીજોડા, રાવણહથ્થો, પાવડી, ડેરાસુર, સાબરી સહિત અનેક દેશી સંગીતના વાદ્યો પર મનોમંથન કરવાની જે તક મળી છે. તેના થકી આવનારા સમયમાં સ્થાનિક લોક સંસ્કૃતિ અને લોકકલા સાથે જોડાયેલા, પરંતુ વર્તમાન સમયમાં વિસરાયેલા લોકવાદ્યોને ફરી લોક સંસ્કૃતિનો ભાગ બને તે માટે આગામી દિવસોમાં કામ કરીને ફરીથી લોકસંગીતને જીવંત કરવાનો પ્રયાસ કરાશે.