ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં સાંસ્કૃતિક વારસો વેરાન, પ્રસિદ્ધ કોડિયા ગુફા ખંડેર હાલતમાં

જૂનાગઢઃ ઈ.સ. ત્રીજી કે ચોથી સદીમાં એક અખંડ શીલાને હાથ દ્વારા કોતરીને બનાવવામાં આવેલી અને ખાપરા તેમજ કોડિયાના નામથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બનેલી ગુફાઓ આજે સરકારની ઉદાસીનતાને કારણે વેરાન અને ઉજ્જડ બની રહી છે. અંદાજે ચારથી પાંચ વર્ષ પહેલા ટુરિઝમ વિભાગે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે પ્રવાસન વિભાગનું માર્કેટિંગ કરાવ્યું હતું, પરંતુ આ ગુફાની કોઈ દેખરેખ રાખવામાં આવી નથી. જેથી સાંસ્કૃતિક વારસો ગણાતી ગુફાઓ વેરાન બની રહી છે.

જૂનાગઢમાં સાંસ્કૃતિક વારસો વેરાન, પ્રસિદ્ધ કોડિયા ગુફા ખંડેર હાલતમાં

By

Published : Jun 29, 2019, 5:19 PM IST

Updated : Jun 29, 2019, 5:32 PM IST

જૂનાગઢ શહેર સ્થાપત્ય અને વૈશ્વિક વારસાના નગર તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. પ્રાચીનકાળના સ્થાપત્યો આજે પણ જૂનાગઢની સાથે સાથે ગુજરાત અને દેશનું ગૌરવ વધારે છે, પરંતુ સદીઓ પહેલા જૂનાગઢમાં બનેલા સ્મારકો આજે તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યાં છે. જેથી આ સ્થાપત્યો લુપ્ત અવસ્થામાં પહોંચી ગયા છે. ઉપરકોટમાં બૌદ્ધ ગુફાઓ, બાબા પ્યારેની ગુફાઓ અને સોનરખ નદીના કાંઠે આવેલી ખાપરા-કોડિયાની ગુફાઓ આવેલી છે. આ ખાપરા કોડિયા નામની ત્રણ ગુફાઓ એક જ અખંડ શિલામાંથી કોતરીને બે અલગ-અલગ ખંડોમાં બનાવવામાં આવી હતી એવું ઇતિહાસકારો જણાવી રહ્યા છે.

જૂનાગઢમાં સાંસ્કૃતિક વારસો વેરાન, પ્રસિદ્ધ કોડિયા ગુફા ખંડેર હાલતમાં

ત્રીજી કે ચોથી સદીમાં નિર્માણ પામેલી આ ગુફાઓની દિવાલો પર જે-તે સમયના શાસનકાળના લેખ લખવામાં આવ્યા હતા, પરંતુ આજે સમય અને સત્તાધીશોની ઉદાસીનતાને કારણે આ લેખ દિવાલો પરથી અદ્રશ્ય થઈ ગયા છે. આ ગુફાનો જે હેતુથી નિર્માણ કરવામાં આવ્યો હતો તે હેતુ પણ સમયની કારમી થપાટ અને સરકારના વારસા પ્રત્યેના તિરસ્કારને કારણે માત્ર ભવ્ય ભૂતકાળ બની ગઈ છે. આજે અડીખમ ઊભેલી આ ગુફાઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખુદ સામે ઝઝૂમી રહી છે.

જૂનાગઢથી મનિષ ડોડિયાનો રિપોર્ટ ઈ ટીવી ભારત

Last Updated : Jun 29, 2019, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details