- ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કેશોદની મુલાકાતે
- ભાજપના આગેવાનોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું
- કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢીને તેમનું સ્વાગત કર્યું
જૂનાગઢઃ જિલ્લાના કેશોદમાં એરપોર્ટ ખાતે શુક્રવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું આગમન થતાં કેબીનેટ પ્રધાન જવાહર ચાવડા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કેશોદ શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢીને તેમનું સ્વાગત કર્યું હતું.