વડીયા સામાજિક કાર્યકર દળુ ભલગરીયાના જણાવ્યા પ્રમાણે, આ અંગે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટર પાયાનું કામ જ નબળું કરતા હોવાથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઉપરવાસમાં વ્રજમી ડેમ આવેલો છે. ચોમાસા દરમિયાન વ્રજમી ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, વડીયા ગામ પાસેથી વ્રજમી નદી પસાર થતી હોવાના કારણે પુલ તૂટી જવાનો ગામ લોકોમાં ભય સેવાઈ રહ્યો છે.
જૂનાગઢમાં કોઝવે પુલમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કામ બંધ કરાવ્યું
જૂનાગઢઃ વડીયા ગામ નજીકથી પસાર થતી વ્રજની નદી પર 3 માસ પૂર્વે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પુલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પુલનું કામ બંધ કરાવી દીધું છે.
Junagadh
કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને જણાવવામાં આવ્યું હતું કે, ચોમાસાની સીઝન નજીક આવી રહી છે. ત્યારે પાયાનું કામ પૂરું કરવાનું હોવાથી નદીના તળિયા ઉપરથી લેવલ કરવામાં આવી રહ્યું છે. જેના સામે સ્થાનિકો દ્વારા વાંધો ઉઠાવી પુલનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે. તેવું સામાજિક કાર્યકર દળુ ભલગરીયાએ જણાવ્યું હતું.