ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર જૂનાગઢમાં કોણે કર્યો આવો દાવો

રાષ્ટ્રીય કોંગ્રેસના કોડિનેટર નરેશ ભારદ્વાજ અને સરયુ યાદવની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં બેઠકનું (Junagadh Congress meeting ) આયોજન થયું હતું. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. AICC કો-ઓર્ડીનેટર નરેશ ભારદ્વાજે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે તેવો દાવો કર્યો હતો.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર જૂનાગઢમાં કોણે કર્યો આવો દાવો
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર જૂનાગઢમાં કોણે કર્યો આવો દાવો

By

Published : May 13, 2022, 8:00 PM IST

જૂનાગઢઃઆગામી વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) હવે નજીકના સમયમાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયમાં AICC કોડિઓર્ડિનેટર નરેશ ભારદ્વાજ અને સરયુ યાદવની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓની એક બેઠકનું (Junagadh Congress meeting )આયોજન કરાયું હતું. આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઇને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ

આ પણ વાંચોઃRahul Gandhi Controversy : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગાંધીના ગુજરાતમાં આ શું કર્યુ?

કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી -જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો કોંગ્રેસ (Junagadh district assembly seats)કઈ રીતે કબજે કરી શકે તેને લઈને વિધાનસભાના કાર્યકરો પાસેથી અભિપ્રાયો પણ મેળવ્યા હતા. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકને લઈને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નરેશ ભારદ્વાજ અને સરયુ યાદવને આજે ખાસ જુનાગઢ મોકલવામાં આવ્યા હતા અને પાંચ વિધાનસભા બેઠકો પર કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરીને તેમના પ્રતિભાવો પ્રાપ્ત કર્યા હતા. આ બેઠકમાં કોડિનેટર નરેશ ભારદ્વાજે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે તેવો દાવો પણ કર્યો હતો.

આ પણ વાંચોઃઆવી કોંગ્રેસ પાર્ટી સોન્ગ પર રાહુલ ગાંધીએ મહિલા સાથે કર્યો ડાન્સ, પોતાના અંદાજમાં કોંગ્રેસી નેતા

રાજ્યની જનતા મોંઘવારી બેરોજગારીથી ત્રસ્ત -નરેશ ભારદ્વાજે ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પાછલા આઠ વર્ષ દરમિયાન દેશમાં મોંઘવારીનો દર સર્વોચ્ચ જોવા મળી રહ્યો છે. મોંઘવારી દિવસે અને દિવસે વધી રહી છે આવી પરિસ્થિતિમાં દેશની જનતા મોંઘવારીની સાથે બેરોજગારીના ખપ્પરમાં પણ હોમાઈ રહી છે. પરંતુ કેન્દ્રની સરકાર મોંઘવારી ઘટાડવાની સાથે બેરોજગારી જેવી મો ફાડીને ઉભેલા મહાકાય સવાલ સામે પણ જાણે કે આંખ ફેરવીને બેઠી હોય તે પ્રકારનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે તેવો દાવો નરેશ ભારદ્વાજે કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યની જનતા કોંગ્રેસના કામોથી વાકેફ છે અને તેને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ ઉજ્જવળ દેખાવ કરશે તેવો વિશ્વાસ પણ આજે જૂનાગઢમાં વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details