ગુજરાત

gujarat

ETV Bharat / state

સહાયના નામે સરકારે મશ્કરી કરી હોવાનો માછીમાર-બોટ માલિકોનો આક્ષેપ - માછીમાર અને બોટ માલિકો

આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર માછીમારો અને માછીમારી ઉદ્યોગને પડતી સમસ્યાને લઈને એક વિડીયો અપલોડ કર્યો છે. માછીમારોની સમસ્યા અને માછીમારોના અપહરણ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા રાહત ભથ્થાને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે વેધક સવાલ કર્યા છે. Gujarat fishermen problem, Fishing in Gujarat, Gujarat Congress, Gujarat Assembly Election 2022

સરકાર સહાયના નામે મશ્કરી કરી રહી હોવાનો માછીમાર અને બોટ માલિકોનો આક્ષેપ
સરકાર સહાયના નામે મશ્કરી કરી રહી હોવાનો માછીમાર અને બોટ માલિકોનો આક્ષેપ

By

Published : Sep 12, 2022, 5:08 PM IST

જૂનાગઢ કેન્દ્રને રાજ્યની સરકારો ગુજરાતના સૌથી મોટા રોજગારી પૂરું પાડતા ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો બોટ માલિકોની મશ્કરી કરી રહી હોવાની વિગતો કોંગ્રેસે માછીમારોની સમસ્યાને પોતાના સોશિયલ મીડિયા પલેટફોર્મ પર(Gujarat fishermen problem)ઉજાગર કરી છે. સમગ્ર મામલામાં ETV Bharatએ માછીમારોની સમસ્યા અને કોંગ્રેસ(Gujarat Congress)દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા પ્રચારને લઈને રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં માછીમારો અને બોટના માલિકો કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઉપેક્ષિત નીતી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

કોંગ્રેસે સમસ્યાને કરી ઉજાગરઆગામી વિધાનસભાની ચૂંટણીને( Gujarat Assembly Election 2022)લઈને હવે રાજકીય પ્રચાર ચરમશીમા પર જવા મળી રહ્યો છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર માછીમારો અને માછીમારી ઉદ્યોગને પડતી સમસ્યાને લઈને એક વિડીયો અપલોડ કર્યો છે. જેમાં માછીમારોની સમસ્યા અને માછીમારોના અપહરણ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા રાહત ભથ્થાને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે વેધક સવાલ કર્યા છે. સમગ્ર મામલાને લઈને ભારતે માછીમારો અને બોટના માલિકો સાથે કોંગ્રેસના વિડીયોને લઈને તેમના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોંગ્રેસે સોશિયલ મીડિયા પર જે વિડીયો અપલોડ કર્યો છે તેને માછીમારો બોટના અગ્રણીઓ અને માછીમારી સમાજસાથે જોડાયેલા સામાજિક લોકોએ પણ વીડિયોમાં જે વિગતો દર્શાવવામાં આવી છે. તેની સાથે સહમતથી દર્શાવીને કેન્દ્રને રાજ્ય સરકાર માછીમારોને નુકસાન કરી રહી હોવાની કોંગ્રેસની વાતમાં માછીમારો બોટના માલિકો અને માછીમાર સમાજ સાથે જોડાયેલા સામાજિક અગ્રણીઓએ પોતાની સહમતિ આપી હતી.

બોટનુ રજીસ્ટ્રેશન થયું છે બંધમાછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલી બોટ દરિયામાં માછીમારી (Congress allegations )કરવા જાય તે પૂર્વે બોટનું રજીસ્ટ્રેશન સરકારી નિયમ અને વિભાગો દ્વારા કરવામાં આવતો હોય છે અને રજીસ્ટર થયેલી બોટ જ દરિયામાં માછીમારી કરવા માટે જવા દેવામાં આવતી હોય છે. આ બોટનું રજીસ્ટ્રેશન વર્ષ 2003 થી બંધ કરી દેવામાં આવ્યું છે. મતલબ કે હાલ દરિયામાં જે બોટ માછીમારી કરી રહી છે, તે વર્ષ 2003 પૂર્વેની મંજૂરી સાથેની જૂની બોટો માછીમારી ઉદ્યોગમાં સંકળાયેલી છે. કોંગ્રેસે આ મુદ્દાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે વેધક સવાલો કર્યા છે જેમાં હકીકત સામે આવી છે કે 2003 બાદ સમગ્ર દેશમાં એક પણ બોટને નવા રજીસ્ટ્રેશન માટે મંજૂરી આપવામાં આવી નથી.

અનેક માછીમારો પાકિસ્તાનમાંસૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, ઓખા, જાફરાબાદ અને માંગરોળ બંદર પરથી હજારોની સંખ્યામાં બોટો માછીમારી કરવા માટે મધદરિયે જતી હોય છે. આ દરમિયાન કેટલાક કિસ્સામાં શરત ચૂકથી ભારતની બોટ પાકિસ્તાનની જળસીમામા દાખલ થાય છે તો કેટલીક બોટને પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારો અને બોટના ટંડન સાથે અપહરણ કરીને તેને પાકિસ્તાનની જેલમાં ગોધી રાખવામાં આવે છે. જે પૈકી આજે પણ 631 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સડી રહ્યા છે. અહીં કેટલાક બીમાર માછીમારોના સારવારના અભાવે કે અ કુદરતી મોત પણ થઈ રહ્યા છે. આ ખૂબ ચિંતાનો વિષય છે તો બીજી તરફ લાખો રૂપિયાની કિંમતે તૈયાર થતી ભારતની માછીમારી બોટ કે જેની સંખ્યા 1165 થવા જાય છે તે પણ પાકિસ્તાનના કબજામાં છે અને પાકિસ્તાન આજ દિન સુધી પકડાયેલા માછીમારોની સાથે બોટને છોડતી નથી જે માછીમારી ઉદ્યોગની કમર તોડી રહી છે.

સરકારી સહાય પણ મશ્કરી સમાનરાજ્ય અને કેન્દ્રની સરકાર માછીમારોનો અપહરણ થવાના કિસ્સામાં તેને સહાય આપી હોય છે જેમાં પણ ખૂબ મોટી વિસંગતતા જોવા મળી રહી છે. વર્ષ 1995 માં કોઈપણ માછીમાર પાકિસ્તાની સુરક્ષા એજન્સીને ઓ દ્વારા પકડવામાં આવે તો તેને રૂપિયા 50 પ્રતિ દિવસ ભથ્થુ આપવાની શરૂઆત કેન્દ્ર અને સરકારે કરી જેમાં વર્ષ 2008માં ખૂબ મોટો વધારો કરીને માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર કરાયુ. જે અંતર્ગત પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા પ્રત્યેક માછીમારે પરિવારના સભ્યોને 03 લાખ રૂપિયા અને પ્રત્યેક બોટના માલિકને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જે આજે વર્ષ 2022માં માછીમારોને પ્રતિ મહિનાના 9000 જેટલું ભથ્થું આપવામાં આવે છે. પરંતુ બોટ માલિકોને મળતી 10 લાખ બોટની સહાય સદંતર બંધ કરી દેવામાં આવી છે, પ્રાથમિક અનુમાનો મુજબ સામાન્ય માછીમારીની બોટ પણ અંદાજિત 20 થી લઈને 30 લાખ રૂપિયામાં તૈયાર થતી હોય છે ત્યારે દરિયામાં ખૂબ દૂર સુધી માછીમારી કરવા માટે વિશેષ બોટ બનાવવામાં આવે છે. જેની કિંમત 50 લાખ કરતા વધુ થવા જાય છે. આજના દિવસે પણ જે ભથ્થું આપવામાં આવે છે તેમાં પ્રતિ દિવસ 300 રૂપિયા ચૂકવવામાં આવે છે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભોગવી રહી છે.

નવુ બંદર બન્યું દિવાસ્વપ્નગુજરાતમાં હાલ જે બંદરો માછીમારી ઉદ્યોગ માટે કાર્યરત છે તેનું નિર્માણ વર્ષ 1995 અને તેની પહેલા કરવામાં આવ્યું છે. વર્ષ 1995 બાદ સમગ્ર ગુજરાતમાં માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા એક પણ નવા બંદર કેન્દ્ર કે રાજ્ય સરકારે બનાવ્યા નથી જેને લઈને પણ માછીમારોમાં વિરોધ જોવા મળે છે. માછીમાર અગ્રણી ચંદ્રેશ માલમ જણાવે છે કે નવા બંદર નહીં બનવાને કારણે ડ્રેજીંગ જેવી ખૂબ જ મુશ્કેલ સમસ્યા ઊભી થઈ છે. વધુમાં બોટને પાર્કિંગ કરવાની પણ ખૂબ સમસ્યા આવી રહી છે ત્યારે આજના સમયમાં બંદરના વિસ્તૃતિકરણની તાતી જરૂર હોવાની પણ તેઓ વાત કરી રહ્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્યની સરકાર સતત નિસફળ રહી છે. વર્ષ 2017માં ત્તકાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા માંગરોળમાં નવા બંદરના કામનુ ખાતમુહૂર્ત કરાવ્યુ હતુ કોવિંદ તેમનો સમય ગાળો પૂર્ણ કરીને નિવૃત્ત થયા છે. પરંતુ નવા બંદર ના નામે માંગરોળમાં એક પણ ઈંટ પણ મૂકવામાં આવી નથી.

સબસીડી વાળું ડીઝલ કર્યું બંધમાછીમારી ઉદ્યોગની કમર ડીઝલમાં થયેલા સતત ભાવ વધારાને કારણે તૂટી રહી છે. વર્ષ 2014 સુધી માછીમારોને માછીમારી માટે મળતા ડીઝલમાં સરકાર સબસીડી આપી રહી હતી પરંતુ 2014 પછી ડીઝલની સબસીડી કેન્દ્ર સરકારે બંધ કરી છે. માછીમારો ખુલ્લી બજારમાંથી બજારભાવે ડીઝલ ખરીદે છે જેની કિંમત પાંચ થી લઈને સાત લાખ રૂપિયા પ્રતિ એક મહિના માટે થતી હોય છે, ત્યાર બાદ કેન્દ્ર સરકાર માછીમારોને ડીઝલમાં રાહત આપવા માટે સબસીડી જેતે બોટના માલિકના ખાતામાં જમા કરાવે છે. જેમાં પણ ત્રણથી ચાર મહિના જેટલો સમય નીકળી જાય છે જેને કારણે માછીમારોને ડીઝલમાં ખૂબ મોટું રોકાણ કરવું પડે છે. વર્ષ 2014 પૂર્વે જોવા મળતું ન હતુ વધુમાં નાની બોટો પીરાણા તરીકે માછીમારી કરે છે તે કેરોસીન થી ચાલતી હોય છે. પરંતુ કેન્દ્ર સરકાર પીરાણા બોટ માટે કેરોસીન સદંતર બંધ કરી દીધું છે જેને કારણે પીરાણા બોટની માછીમારી વર્ષ 2014 થી બંધ થઈ ગયેલી જોવા મળે છે.

સહાય કરાઈ બંધમાછીમાની ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો પર કોઈ સામાન્ય કિસ્સામાં પણ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હોય તેવા માછીમારોને સરકાર સહાય ચૂકવતી નથી. જેને કારણે પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા આવા માછીમારોનો પરિવાર ખૂબ આર્થિક સંકટમાં ફસાયેલો જોવા મળે છે. સામાન્ય બોલાચાલી પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો કે સામાજિક કેલેસમાં પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પાકિસ્તાની જેલમાં બંધ રહેલા માછીમારો માટે સહાયના રૂપમાં મળતી રાહત બંધ થતા સજા માછીમારોનો આખો પરિવાર ભોગવી રહ્યો છે. કેન્દ્રને રાજ્ય સરકાર આ મામલામાં ઘટતું કરે તેવી માંગ માછીમારીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા કોડીનારના બાલુ સોચા સરકાર સમક્ષ સમાંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details