સરકાર દ્વારા તમામ સરકારી શાળાઓમાં 11 કોમ્પ્યુટર આપવામા આવ્યા છે. જે કોમ્પ્યુટર લેબ દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે, ત્યારે છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી કોમ્પ્યુટર રીપેરીંગના અભાવે બંધ હોવાથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહે છે. સરકાર દ્વારા સુવિધા આપવામા આવે તેવી વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે.
શોદ તાલુકાની સરકારી શાળામાં રીપેરીંગના અભાવે કોમ્પ્યુટરો ધુળ ખાઈ રહયા છે સરકાર દ્વારા સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર આપવામાં આવ્યા હતા, કોમ્પ્યુટર રીપેરીંગ માટેનો એવરોન કંપનીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાક્ટ પુરો થતા કોમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે શાળાને વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી ન હોવાથી શાળા સંચાલકો દ્વારા રીપેરીંગ થઈ શકતુ નથી, જેથી સરકાર દ્વારા ફરીથી રીપેરીંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા કોમ્પ્યુટર રીપેરીંગ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શાળા સંચાલકો માંગણી કરી રહ્યા છે.
સરકારના ડીઝીટલ ઇન્ડીયા દેશ બદલ રહા હૈ ના નારા કેટલા અંશે સાર્થક થયા છે, તે સરકારી શાળાઓમાં તપાસ કરે તો હકીકત બહાર આવે. ડીજીટલ યુગમાં કોમ્પ્યુટરનુ જ્ઞાન મહત્વનું હોય ત્યારે, હાલ કોમ્પ્યુટર રીપેરીંગના અભાવે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહેતા હોય જેથી સકરાર દ્વારા વહેલી તકે કોમ્પ્યુટરો રીપેરીંગ કરાવી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનુ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને જો વહેલી તકે પ્રશ્ન હલ નહી થાય તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
મોટા ભાગની સરકારી શાળાઓમાં રીપેરીંગના અભાવે કોમ્પ્યુટરો ધુળ ખાઈ રહયા છે. વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહે છે અને કોમ્પ્યુટરનુ જ્ઞાન આપવા માટે સ્પેશ્યલ કોમ્પ્યુટર શિક્ષકની નિયુક્તિ કરવામાં આવતી નથી. ત્યારે ડીજીટલ યુગમાં કોમ્પ્યુટર જ્ઞાન અતી મહત્વનુ હોય અને ખાનગી સરકારી શાળાઓની હરીફાઈમાં સરકાર વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર જ્ઞાન નિયમીત મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવશે કે કેમ હાલમાં કેશોદ તાલુકાનાં ખીરસરા ગામના લોકો દ્વારા રજુઆત કરવાની પહેલ કરવામાં આવી છે. ત્યારે મોટા ભાગની શાળાઓમાં આ પ્રશ્ન હોય ત્યારે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિચારશે કે કેમ તે જોવાનુ રહ્યું.