જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતા વિસાવદર વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા OBC સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજરી આપવાના હતા, પરંતુ કોઈ અનિવાર્ય સંજોગોને કારણે મુખ્યપ્રધાને સમગ્ર કાર્યક્રમ રદ કર્યું હતું. જેથી ભાજપના કાર્યકરોમાં હતાશા જોવા મળી હતી.
વિસાવદરમાં CMની સભા અચાનક થઇ રદ, આયોજિત ચૂંટણી સભાનો ફિયાસ્કો - Loksabha Election
જૂનાગઢ: વિસાવદરમાં ભાજપ દ્વારા આયોજિત ચૂંટણી સભાનો ફિયાસ્કો થયો હતો. મુખ્યપ્રધાનો અચાનક કાર્યક્રમ રદ્દ થતા આવેલા કાર્યકરોમાં પણ સોપો પડી ગયો હતો.
BJP સભાનો થયો ફિયાસ્કો
મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ ક્યાં કરણોસર વિસાવદરની સભા રદ્દ કરી તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ કાર્યક્રમ રદ્દ થતા અનેક અટકળો વહેતી થઇ હતી. લોકો સભામાં આવવા માટે તૈયાર ના હોય તે રીતે મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી. તેમજ વિસાવદરમાં ખેડૂતો સરકાર વિરોધ કરે તેવી પુરી શક્યતાઓને પગલે પણ સભા રદ્દ કરવામાં આવી હોય તેવી શક્યતાઓ દર્શાવામાં આવી રહી હતી.