આ સભામાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. સાથે આ બાબત પર કોંગ્રેસ અને બસપા પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકાર બનાવે તો તેમના વડાપ્રધાન કોણ બનશે, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે. જ્યારે માયાવતી હાથી પર પૈસા લઈને જતા રહે છે અને ગરીબોનું કોઈ સાંભળવા તૈયાર નથી.
CM રૂપાણીએ જુનાગઢના માળીયા હાટીના ખાતે સભા યોજી - loksabha
જુનાગઢ: લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે CM રૂપાણીએ જુનાગઢના માળીયા હાટીના ખાતે સભા યોજી હતી. આ સભામાં એક હજાર જેટલી જનમેદની એકઠી થઈ હતી. વિજય રૂપાણીએ કોંગ્રેસ અને બસપા પર પ્રહારો કર્યા હતા.
તો બીજીતરફ સર્જીકલ સ્ટ્રાઇક માટે વડાપ્રધાનને છત્રીશની છાતીવાળા કહ્યા હતા. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધી આંતકવાદીઓને ત્યાં બિરીયાની ખાવા જાય છે અને મુસલમાનોને ભોળવીને મત મેળવે છે. જેથી આગામી ચુંટણીમાં ફરીથી ભાજપની સરકાર બનાવવાની હું આપ મતદારો પાસેથી અપેક્ષા રાખું છું.
હાલ તો મુખ્યપ્રધાન જુનાગઢ તેમજ પોરબંદર લોકસભા બેઠકમાં વધારે ધ્યાન આપતાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે તેમને આ બેઠકોનો વિશ્વાસ નથી અને આ બેઠકો કોંગ્રેસના હાથમાં ન જાય તે માટે આ બેઠકો પર વધારે પ્રચાર જોવા મળી રહ્યો છે.