ગઇકાલે સુરતના સરથાણામાં કલાસીસમાં આગ લાગવાની ઘટનાને પગલે તમામ શહેરોમાં કલાસીસ ઉપર તવાઇ બોલાવવામાં આવી છે ત્યારે આજે કેશોદના ક્લાસીસ પણ બંધ જોવા મળ્યા હતા. જૂનાગઢ જિલ્લા કલેકટરે તમામ કલાસીસો હાલ બંધ કરવાની સુચના આપી છે ત્યારે જીલ્લાની તમામ નગરપાલિકાઓને લેખિત સુચના પણ આપવામાં આવી છે.
સુરત ધટના બાદ કેશોદમાં તમામ ક્લાસીસો સજ્જડ બંધ
જુનાગઢ: સુરતમાં અગ્નિકાંડની ઘટનાને પગલે જૂનાગઢ જીલ્લા કલેક્ટરે ફાયર સેફટીની સુવિધા ન હોય તેવા કલાસીસને સીલ કરવાનો આદેશ કર્યો છે. જેને પગલે કેશોદમાં આજે તમામ ક્લાસીસો સજ્જડ બંધ રહ્યા હતા.
સુરત ધટના બાદ આજે કેશોદમાં તમામ ક્લાસિસો રહ્યા સજ્જડ બંધ
કેશોદ શહેરમાં કલાસીસોના ઢગલા જોવા મળી રહયા છે અને અનેેક ક્લાસીસોમાં તો ફાયર સેફ્ટીનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે કેશોદ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. હવે આવનારા સમયમાં નગરપાલિકા આ બાબતે સજાગ થશે કે કેમ તેવો લોકો સવાલ ઉઠાવી રહયા છે.