- પાકિસ્તાને ફરી એક વખત જૂનાગઢને લઈને પોતાનું પોત પ્રકાશ્યું
- પાકિસ્તાની વ્યક્તિને જૂનાગઢના વડાપ્રધાન તરીકે નિમણૂક કરી હોય તેવો વીડિયો વાયરલ
- થોડા મહિના અગાઉ જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાવીને સત્તાધીશોએ નકશો પણ વાયરલ કર્યો હતો
- સમગ્ર મામલાને લઈને પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી જુનાગઢના લોકોની માંગ
જૂનાગઢ : પાકિસ્તાન પોતાની બચકાની હરકતોથી બહાર આવે તેવું લાગતું નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાન ભારતને કોઈના કોઈ બહાને પરેશાન કરવાની એક પણ તક ચૂકતા નથી. ત્યારે છેલ્લા ત્રણ ચાર મહિનાથી પાકિસ્તાન જૂૂનાગઢને લઈને ભારતને પરેશાન કરવાનો નવો કિમીયો શોધી કાઢ્યો છે. આજથી બે ત્રણ મહિના અગાઉ પાકિસ્તાને એક નકશો જાહેર કર્યો હતો. જેમાં જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાતા હોય તે પ્રકારે નકશામાં સામેલ કર્યો હતો. જેને લઇને પણ ખૂબ રાજકીય ચર્ચાઓ જોવા મળી હતી.આ સમયે પણ પાકિસ્તાનની આ હરકતને ખૂબ જ નિંદા કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન દેશ જાણે કે ન સમજવાની જીદ લઈને બેઠો હોય તે પ્રકારે આજે ફરી એક વખત નવું ગતકડું બજારમાં રમતું કર્યું છે.
પાકિસ્તાની વ્યક્તિને જૂનાગઢના વડાપ્રધાન તરીકે નિમણૂકની કરાઇ જાહેરાત