રાજયસભાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. રાજયસભાના ઉમેદવાર ડો ચંન્દ્રીકાબેન ચૂડાસમાએ જૂનાગઢના માંગરોળ ખાતેથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. પ્રથમ કોંગ્રેસ પક્ષમાંથી માંગરોળમાંથી જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ પોતે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન તરીકેની પ્રથમ વખત જવાબદારી સંભાળી હતી.
રાજ્યસભા ચૂંટણી: જૂનાગઢના ડો. ચંન્દ્રીકાબેન ચૂડાસમા કોંગ્રેસના ઉમેદવાર - gujaratinews
જૂનાગઢ :ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભા સીટ માટે ભાજપે નામ જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે પણ બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા અને ડો. ચંદ્રિકાબેન ચૂડાસમા રાજ્ય સભાની ચૂંટણીમાં ઝંપલાવશે.
તે સમયે વિધાનસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ દ્વારા તેમને માંગરોળની સીટ પરથી ટીકિટ આપવામાં આવી હતી. ડો. ચંન્દ્રીકાબેન ચૂડાસમા જંગી લીડથી ચૂંટાયા હતા. ત્યારબાદ ધારાસભ્યની 5 વર્ષની ટર્મ પૂરી કરી ચૂંટાઈને પોતે કોંગ્રેસ પક્ષમાં નામના મેળવી હતી. કોંગ્રેસની સરકારમાં ડો.ચંન્દ્રીકાબેન ચૂડાસમા ઉર્જા પ્રધાન તરીકે પણ રહી ચૂકયા છે. તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી, ઉપ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખ, પૂર્વ રાષ્ટ્રીય મંત્રી મહિલા મોરચોનો પણ ડો ચંન્દ્રીકાબેન ચૂડાસમાએ પદ સંભાળ્યું હતો.
જૂનાગઢના માંગરોળના વતની ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા આયુર્વેદિક ડોકટરની ડીગ્રી ધરાવે છે. માંગરોળ ખાતેથી પોતાની કારકિર્દી બનાવી આજે રાજ્યસભા ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી છે.