ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે - સિંહ

જૂનાગઢઃ ગીરના જંગલોથી લઈને આફ્રિકાના જંગલો સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ સિંહ દિવસ સંકટ ગ્રસ્ત સિંહની પ્રજાતિને બચાવવા માટે તેમજ લોકોમાં સિંહ પ્રત્યે સારોભાવ જાગે તે હેતુસર આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એશિયા અને આફ્રિકા ખંડમાં સિંહ જોવા મળી રહ્યાં છે. જેથી ગીરથી લઈને આફ્રિકાના જંગલમાં આજે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

વિશ્વ સિંહ દિવસ

By

Published : Aug 10, 2019, 10:14 AM IST

ગીરના જંગલોમાં નામશેષ થવા જઇ રહેલા સિંહને બચાવવા માટે જૂનાગઢના નવાબ દ્વારા સિંહના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારથી સિંહની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો જોવા મળી રહ્યો છે સિંહની સંકટગ્રસ્ત પ્રજાતિને બચાવવા માટે 10મી ઓગસ્ટના દિવસને વિશ્વ સિંહ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. સિંહની સંકટગ્રસ્ત પ્રજાતિને બચાવવા માટે તેમજ લોકોમાં સિંહ પ્રત્યે સારો ભાવ ઉભો થાય તેને લઈને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને કારણે હવે ગીર અને આસપાસના જંગલોમાં સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે, ETV BHARAT

મૂળ ઉનાના અને દીવમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ રાવલ છેલ્લા 30 વર્ષથી 'સિંહ બચાવો, ગીર બચાવો' અભિયાન ચલાવી રહયા છે. રમેશભાઈ રાવલ નિવૃત્તિ બાદ આજે ગીરના અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમા પ્રવાસ કરીને સિંહ પ્રત્યે લોકોમાં ફેલાયેલી ગેર સમજને દૂર કરીને લોકોને સિંહ પ્રત્યે પ્રેમભાવ ઉભો થાય તેને લઈને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details