ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ પુલ ધરાશાયીની ઘટનામાં નવો વળાંક, સરકારના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવે બની દુર્ઘટના - રાજ્યમાં ધોધમાર વરસાદ

જૂનાગઢઃ ગઈકાલે જિલ્લામાં બે ગામો વચ્ચે સાંધો તૂટવાની સાથે સરકારના બે વિભાગો વચ્ચેની ગાંઠની પણ પોલ ખુલી છે. 20 વર્ષ જૂના આ પુલને ફરીથી બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ તૈયાર હતુ, પરંતુ વન વિભાગની મંજૂરી ન મળતા કામ શક્ય નહોતુ. ત્યારે સરકારના બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ રવિવારની ઘટના માટે જવાબદાર છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ભાવે વરસાદને પગલે માલણકા નજીક બનેલો કોઝવે ધરાશાયી

By

Published : Oct 6, 2019, 8:02 PM IST

Updated : Oct 7, 2019, 6:07 PM IST

જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક આવેલા માલણકા ગામ પાસે 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલો બ્રિજ તૂટી પડ્યો હતો. રવિવારે અચાનક આ દુર્ઘટના બનતા તેમા 4 જેટલી કાર ફસાઈ ગઈ હતી. કારમાં બેઠેલા તમામ લોકોને સ્થાનિક ગામ લોકોએ બહાર કાઢયા હતા. આ પુલ આજથી 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે માર્ગ મકાન વિભાગ દ્વારા આ પુલને ફરીથી બનાવવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી માગી હતી.

ભાવે વરસાદને પગલે માલણકા નજીક બનેલો કોઝવે ધરાશાયી

પરંતુ વન વિભાગ દ્વારા મંજૂરી નહિ આપતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદ્ નસીબે કોઈ જાનહાની નહિ થતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો. હવે આસપાસના ગામોના સરપંચે પણ તૂટેલા પુલને તાકીદે નવો બનાવવાની માગ કરી છે. હાલ મેંદરડાથી સાસણ જવા માટે બે વૈકલ્પિક માર્ગો શરુ કરવામાં આવ્યા છે. જેમાં ભારે વાહનો માટે મેંદરડાથી માળિયા થઈને સાસણ તેમજ નાના વાહનો માટે મેંદરડાથી અમરાપુર થઈને સાસણ માટે જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ યથાવત છે, ત્યારે મેંદરડાથી સાસણ તરફ જતા માલણકા ગામ નજીક આવેલો કોઝવે અચાનક ધરાશાયી થયો હતો. જેના કારણે નબળા બાંધકામનું વધુ એક સત્ય સામે આવ્યું છે. વરસાદના પાણીથી અચાનક કોઝવે ધરાશાયી થતાં બ્રિજ પડ્યો હતો જેમાં ચાર જેટલી કારણ પણ ફસાઇ હતી. જો કે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઇ માઠા સમચાર પ્રાપ્ત થયા નથી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જૂનાગઢના જિલ્લાના મેંદરડાથી સાસણ તરફ જતા માલણકા ગામ પાસે બનેલો કોઝવે રવિવારે અચાનક ધરાશાયી થયો હતો. ગીરના જંગલમાં ભારે વરસાદ પડતા જંગલમાંથી પસાર થતી નદીમાં વરસાદનું પાણી પુષ્કળ પ્રમાણમાં આવ્યું હતું, જેને કારણે નદીના તટમાં બનાવવામાં આવેલા બ્રિજના આધારે સ્તંભો ધોવાઇ જતાં બ્રિજ પણ ધરાશાયી થયો હતો. આ અકસ્માત સર્જાતા આસપાસના ગામ લોકોએ ફસાયેલી કારમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ તરફ તંત્રની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તરફ વિકાસની મોટી-મોટી વાતો થઇ રહી છે તો બીજી તરફ આ થોડા વર્ષો પહેલા જ બનાવેલા પુલ ધરાશાયી થતાં લોકો વિરોધ કરી રહ્યા છે.

Last Updated : Oct 7, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details