જૂનાગઢ મહાનગરપાલિકાના 2થી 3 વધુ સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. માણાવદર વિધાનસભા બેઠક પરથી જવાહર ચાવડા રાજીનામું આપતા પેટાચૂંટણી યોજાશે. જવાહર ચાવડાએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
જૂનાગઢમાં ભાજપનું વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન યોજાશે - JND
જૂનાગઢ: જામનગર લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી 23 એપ્રિલ યોજાશે. ભાજપ બંને બેઠક જીતવા માટે મહેનત કરી રહ્યું છે. જે માટે ભાજપે જોડતોડનું રાજકરણ શરૂ કર્યું છે.
સ્પોટ ફોટો
જૂનાગઢ જિલ્લા પંચાયતના કેટલાક સભ્યો પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે. એક તરફ જૂનાગઢ બેઠક પર ભાજપમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે, આગામી લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે.