ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપનું મુરતિયાઓ માટે મહામંથન, 3 જિલ્લામાં સેન્સ શરૂ - BJP great brainstorming

જૂનાગઢ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને આજથી પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત અગ્રણીઓની હાજરીમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની 14 વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા (BJP carried out the process of sens) શરૂ કરવામાં આવી છે.પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત હોદ્દેદારો દ્વારા આજે ઉના અને તાલાળા કેશોદ માંગરોળ સાવરકુંડલા અને રાજુલા વિધાનસભા બેઠક ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ભાજપનું મુરતિયાઓ માટે મહામંથન, 3 જિલ્લામાં સેન્સ શરૂ
ભાજપનું મુરતિયાઓ માટે મહામંથન, 3 જિલ્લામાં સેન્સ શરૂ

By

Published : Oct 27, 2022, 4:48 PM IST

Updated : Oct 27, 2022, 6:25 PM IST

જૂનાગઢરાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને આજથી પ્રદેશ ભાજપદ્વારા નિયુક્ત અગ્રણીઓની હાજરીમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની 14 વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જૂનાગઢ ખાતે રમણભાઈ વોરા ગીર સોમનાથ ખાતે વિનુ મોરડીયા અને અમરેલી ખાતે છત્રસિંહ મોરીની અધ્યક્ષતામાં સેન્સ (BJP carried out the process of sens) પ્રક્રિયા હાથ ધરાઈ છે. આગામી બે દિવસ સુધી ચાલનારી આ સેન્સ પ્રક્રિયા બાદ વિધિવત રિપોર્ટ પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે. ત્યારબાદ 14 વિધાનસભા બેઠકો ભાજપના ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.

ભાજપનું મુરતિયાઓ માટે મહામંથન, 3 જિલ્લામાં સેન્સ શરૂ

ભાજપે હાથ ધરી સેન્સ પ્રક્રિયાભાજપ દ્વારા આજથી રાજ્યની 182 વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. તે મુજબ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની 14 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓને સાંભળવા માટે જુનાગઢ ખાતે રમણભાઈ વોરા ગીર સોમનાથ ખાતે વિનુ મોરડીયા અને અમરેલી ખાતે છત્રસિંહ મોરીની અધ્યક્ષતામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે આવતી કાલ સુધી ચાલશે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત હોદ્દેદારો દ્વારા આજે ઉના અને તાલાળા કેશોદ માંગરોળ સાવરકુંડલા અને રાજુલા વિધાનસભા બેઠક ની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે.

ઉમેદવારોની જાહેરાતઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો પોતાનો પક્ષ ભાજપ દ્વારા નિયુક્ત અધ્યક્ષોની બનેલી કમિટીને વિધિવત રીતે સોપશે ત્યારબાદ આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ દ્વારા કેન્દ્રીય મોવડી મંડળની સ્વીકૃતિ મળ્યે ભાજપના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. દાવેદારોનો જૂનાગઢ અમરેલી અને વેરાવળ ખાતે જમાવડો થયેલો જોવા મળી રહ્યો છે.

ભાજપનો સંપૂર્ણ રકાશ ત્રણ જિલ્લાની 14 વિધાનસભા બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપનો સંપૂર્ણ રકાશ થયો હતો. જેને લઈને જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની 14 બેઠક ભાજપ માટે માથાનો દુખાવો બની હતી. ત્યારે આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને કોઈપણ પ્રકારની ગફલત ભાજપને ફરી એક વખત સરકાર બનાવવામાં મુશ્કેલી ઉભી ન કરે તેને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયામાં મનોમંથન શરુ કરાયુ છે. આગામી બે દિવસ સુધી ચાલશે અને ત્યારબાદ વિધિવત રિપોર્ટ પ્રદેશ ભાજપને સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ ભાજપ દ્વારા ઉમેદવારોની અંતિમયાદી તૈયાર કરાશે. ચૂંટણીના સમયે ઉમેદવારોની જાહેરાત થાય તેવી પૂરી શક્યતાઓ છે .

નબળો દેખાવજૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની 14 બેઠકો ભાજપ માટે ખૂબ જ મહત્વની મનાઈ રહી છે આ બેઠકમાં ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ નબળો દેખાવ કર્યો હતો ત્યારે આ 14 વિધાનસભા બેઠકો જીતવા પર ભાજપ વધુ સંવેદનશીલ બનશે તોજ ફરી એક વખત સરકાર બનાવવા સુધીની સફર પૂરી કરી શકશે

Last Updated : Oct 27, 2022, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details