ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરુદત્તની જન્મજયંતિ

આજે ગિરનારના અધિષ્ઠાતા દેવ તરીકે આદી અનાદીકાળથી પૂજાતા ગુરુદત્તની જન્મજયંતિ છે, ત્યારે તપોભૂમિ ગિરનાર પરિક્ષેત્રમાં આદિ અનાદિકાળથી ગુરુદત્તનું પૂજન થતું આવ્યું છે અને આજે તેમની જન્મજયંતિ ભારે ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહી છે. તે તેમના જીવનમાં જેમની પાસેથી શીખ મેળવી છે તે તમામને પોતાના ગુરુ તરીકે માન્યા હતા.

By

Published : Dec 30, 2020, 9:39 AM IST

birth-anniversary-of-dev-guru-dutt-news
આજે ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરુદત્તની જન્મજયંતિ

  • ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરુદત્તની આજે જન્મજયંતિ
  • ગિરનાર પર્વત પર આદી અનાદીકાળથી થઈ રહ્યું છે ગુરુદત્તની ચરણ પાદુકાનું પૂજન
  • ગુરુદત્તે જેમનાથી શીખ મેળવી છે તેવા તમામને પોતાના ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા

જૂનાગઢઃ તપોભૂમિ ગીરનાર પરિક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે આદી અનાદીકાળથી ગુરુદત્તની પૂજા થતી આવી છે. ગિરનાર પર્વતના પાંચમાં શિખર પર ગુરુદત્તની ચરણ પાદુકાનું પૂજન આજે પણ થઈ રહ્યું છે. હજારો વર્ષ પૂર્વે ગુરુદત્ત ગિરનારની તપોભુમિમાં આવીને ઈશ્વરીય સાધના કર્યા બાદ તેઓ અહીં જ સ્થાયી થયા હતા. આજે પણ માનવામાં આવે છે કે, ગુરુદત્તની હાજરીનો અનુભવ ગિરનાર પરિક્ષેત્રમાં આજે કોટી કોટી વર્ષો બાદ પણ થઈ રહ્યો છે જેને લઈને ગુરુદત્તના સાધકો ગિરનાર પર ક્ષેત્રમાં ખેંચાય આવે છે અને ગુરુદત્તની સાધનામાં તલ્લીન બની જાય છે. દર વર્ષે ગુરુદત્ત જયંતિના પાવન પ્રસંગે મરાઠી સમાજના લોકો પણ ખુબ મોટી સંખ્યામાં તેમના ઈષ્ટદેવ ગુરુદત્તની ચરણપાદુકાના દર્શન કરવા માટે પણ ગિરનાર પરીક્ષેત્રમાં પગપાળા મુસાફરી કરીને ગુરુદત્ત આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ પરંપરા પણ વર્ષોથી ચાલતી આવી છે, જે આજે પણ જોવા મળી રહી છે.

આજે ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરુદત્તની જન્મજયંતિ

ગિરનાર તપોભૂમિમાં ગુરુદત્તનું આદી અનાદીકાળથી મહાત્મ્ય

ગિરનાર પરિક્ષેત્રની પાંચમાં શિખર પર ગુરુ દત્તાત્રેયનો વાસ છે. અહીં તેમની હાજરી સમાન ચરણ પાદુકા પણ જોવા મળે છે. ગુરુદત્તની ઉપાસના કરનારા કોઈપણ સાધકને તેમના જીવનકાળ દરમિયાન ગુરુની જરૂર રહેતી નથી આવી માન્યતા પણ છે અને તેની પાછળ કારણ પણ સચોટ બતાવવામાં આવે છે. ગુરુદત્તને ગુરુઓના ગુરુ તરીકે પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે કોઈ પણ સાધક ગુરુના ગુરુની સાધના કરતાં હોય ત્યારે આ વાત પ્રત્યેક સાધકને તેમના જીવનકાળ દરમિયાન ગુરુની આવશ્યકતા રહેતી નથી.

આદિ-અનાદિ કાળથી ગુરુ દત્તાત્રેય કોઇના કોઇ સ્વરૂપમાં ભવનાથમાં જોવા મળે છે એવી ધાર્મિક માન્યતા

મહા શિવરાત્રીના દિવસે શિવના સૈનિક સમાન નાગા સંન્યાસીઓ દ્વારા રવેડી કાઢવામાં આવે છે. આ રવેડી પૂર્વે ભવનાથ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવેલી ગુરુ દત્તાત્રેયની ચરણપાદુકાનું પ્રથમ પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ જ નાગા સંન્યાસીઓની રવેડી શિવરાત્રીના દિવસે ભવનાથ તળેટીમાં આયોજિત થતી હોય છે. સંન્યાસીઓની રવેડીમાં વધુ એક ધાર્મિક માન્યતા જોવા મળે છે. ગુરૂદતના સાધકો આજે પણ એ વિશ્વાસ ધરાવે છે કે, નાગા સંન્યાસીઓની રવેડીમાં ગુરૂદત અને અશ્વત્થામા કોઈપણ રૂપમાં આ રવેડીમા જોડાય છે અને ગિરનાર પરિક્ષેત્ર સાધકોને પોતાના દર્શન કરાવે છે. આજે ધાર્મિક માન્યતાને કારણે ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ગુરુદત્ત અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે સમગ્ર વિશ્વમાંથી પધારતા હોય છે.

ગુરુદત્તે પ્રસ્થાપિત કરેલા પોતાના ચોવીસ ગુરુ

ગુરુદત્તે પોતાના સાધનાકાળ દરમિયાન તે જગ્યા પરથી તેમને શીખ મળી છે તે તમામને પોતાના ગુરુ તરીકે માન્યા છે. ગુરુદત્તની માન્યતા મુજબ કોઈપણ વ્યક્તિ કે વસ્તુ આપણને સદગુણોની શિક્ષા અપાવે અથવા તો જીવવાની જીવવાની પદ્ધતિ પ્રત્યે આપણને માહિતગાર કરે તેવા તમામ લોકો ગુરુથી જરા પણ ઉતરતા નથી માટે ગુરુદત્તે તેમના સમગ્ર સાધનાકાળ દરમિયાન ઉપયોગ બનેલા 24 જેટલા ગુરુઓને માન્યા હતા. કહેવાય છે કે, આ 24 જેટલા ગુરુઓ આજે પણ ભવનાથ તળેટીમાં હાજરા હજુર જોવા મળે છે એ પણ ગુરુ દત્તનો ચમત્કાર જ માની શકાય. ગુરુદત્તે શ્વાન ગણિકા કબુતર, સૂર્ય, વાયુ, હરણ, સમુદ્ર, પતંગા, હાથી, આકાશ, જળ, મધમાખી, માછલી, બાળક, કુનડ પક્ષી, આંખ, ચંદ્રમા, કુમારિકા, તીરકામઠું બનાવનારા, સાપ, કરોળિયો, ભૃંગી, કીડો, અજગર, ભમરો જેવા જીવ અને સ્થળ પરથી જે શીખ મેળવી છે તેમને પોતાના ગુરુ તરીકે ગુરુદત્તે પ્રસ્થાપિત કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details