ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસના ખતરાને પગલે ભવનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ - કોરોનાના પગલે ભવનાથ મંદિર બંધ

કોરોના વાઈરસનો ખતરો હવે ખુબ જ જટલી બનતો જાય છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાઈરસના 6 જેટલા કેસ રાજ્યમાં નોંધાયા છે. જેને ધ્યાન રાખીને સમગ્ર રાજ્યમાં મંદિરો બંધ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભવનાથ મહાદેવ મંદિર પણ શુક્રવારથી નવા આદેશો થાય ત્યાં સુધી ભાવિ ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

a
કોરોના વાઈરસના ખતરાને પગલે ભવનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ

By

Published : Mar 20, 2020, 5:40 PM IST

Updated : Mar 21, 2020, 12:35 PM IST

જૂનાગઢ: કોરોના વાઈરસનો ખતરો હવે ખુબ જ જટલી બનતો જાય છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાઈરસના પાંચ જેટલા કેશ રાજ્યમાં નોંધાયા છે. જેને ધ્યાન રાખીને રાજ્યના મંદિરો પણ બંધ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભવનાથ મહાદેવ મંદિર પણ શુક્રવારથી નવા આદેશો થાય ત્યાં સુધી ભાવિ ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના વાઈરસના ખતરાને પગલે ભવનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ
કોરોના વાઈરસનો ખતરો ધીરે-ધીરે સમગ્ર રાજ્યમાં વિસ્તરતો જાય છે. વાઈરસની ગંભીરતાને ધ્યાને રાખીને જ્યાં લોકોનો સમૂહ એકઠો થવાની શક્યતાઓ છે, તેવા મોટા ભાગના સ્થળોને બંધ કરવાનો નિર્ણય જે તે સંસ્થા અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના મંદિરો પણ ભાવિ ભક્તો માટે બંધ થઈ રહ્યા છે. શુક્રવારે ભવનાથ મહાદેવ મંદિર પણ ભક્તજનો માટે બંધ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે. કોરોના વાઈરસનું સંક્રમણ અન્ય વ્યક્તિઓને ન થાય તેના માટે નવા આદેશો સરકાર અને પ્રશાસન દ્વારા ન કરવામાં આવે ત્યાં સુધી મંદિરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન મંદિરમાં થતી વિવિધ ધાર્મિક પૂજા અને આરતી તેના નિયત અને નિત્યક્રમે માત્ર પૂજારીઓ દ્વારા કરવામાં આવશે. આ સમય દરમિયાન કોઈપણ ભક્તજનને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવું મંદિર પ્રશાસન દ્વારા શુક્રવારથી અમલમાં મૂકવામાં આવ્યું છે.
Last Updated : Mar 21, 2020, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details