જૂનાગઢઃ આદિ-અનાદિ કાળથી ભવનાથની ગિરિ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનો સોમવારને નોમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ષોથી આ મેળામાં નોમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવની વિશેષ પૂજા અને ત્યારબાદ ગિરનાર મંડળના સાધુઓની હાજરીમાં ધ્વજારોહણ કરીને આ મેળાને વિધિવત ખુલ્લો મુકવામાં આવતો હોય છે.
પારંપારિક રીતે ભવનાથમાં યોજાતા ‘મહાશિવરાત્રી મેળા’નો પ્રારંભ - ભવનાથ
આદિ અનાદિ કાળથી આયોજિત થતા આવતા શિવરાત્રી મેળાનો ભવનાથની ગિરિ તળેટીમાં થયો પ્રારંભ છે. ભોજન, ભજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન આદિ અનાદિકાળથી ભવનાથની તળેટીમાં યોજાતા આવતા મહાશિવરાત્રી મેળાનો સોમવારથી વિધિવત પ્રારંભ થયો છે. સોમવારે વહેલી સવારેથી ભવનાથ મંડળના સાધુ-સંતોએ મેળાની વિધિવત શરૂઆત કરાવી હતી.
પારંપરિક ભવનાથમાં યોજાતા તો આવતો મહાશિવરાત્રી મેળો થયો પ્રારંભ
આ વર્ષે પણ ભવનાથ મંડળના સાધુ સંતોની હાજરીમાં આ મેળાને સોમવારના રોજ વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સોમવારથી પાંચ દિવસ સુધી ભવનાથની ગિરિ તળેટી હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી ગુંજતી જોવા મળશે.
Last Updated : Feb 17, 2020, 4:26 PM IST