ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Raj Bharti Bapu committed suicide: ખેતલીયા દાદા જગ્યાના મહંત રાજ ભારતી બાપુએ કર્યો આપઘાત - મહંત રાજ ભારતી બાપુએ કર્યો આપઘાત

જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી છે. મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે. જો કે થોડા સમય પહેલા રાજ ભારતી બાપુનો પીણાના ગ્લાસ સાથેનો અને યુવતી સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો.

Junagadh Raj Bharti Bapu committed suicide
Junagadh Raj Bharti Bapu committed suicide

By

Published : Jan 24, 2023, 3:52 PM IST

Updated : Jan 24, 2023, 4:14 PM IST

જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી

જૂનાગઢ: જૂનાગઢ નજીક ઝાંઝરડા ગામ પાસે આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ આજે ખડિયા નજીક આવેલી આશ્રમની જગ્યામાં આપઘાત કરી લેતા જૂનાગઢમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજુ ભારતી બાપુ મદિરાનું સેવન કરી રહ્યા છે અને તેમના કેટલીક મહિલાઓ જોડે અનૈતિક સબંધો છે તેવા કિસ્સાઓ પણ વાઇરલ થયા હતા. આજે રાજભારતી બાપુએ અચાનક આપઘાત કરી લેતા સમગ્ર મામલો ચર્ચાના ચગડોળે જોવા મળે છે.

ખેતલીયા દાદા જગ્યાના મહંત રાજ ભારતી બાપુએ કર્યો આપઘાત

મહંત રાજ ભારતી બાપુએ કરી આત્મહત્યા:જૂનાગઢ નજીક ખેતલીયા દાદાના મંદિર જગ્યાના મહંત રાજભારતી બાપુએ આજે ખડીયા નજીક આવેલી વાડી વિસ્તારમાં આશ્રમ ની જગ્યામાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. થોડા સમયથી રાજભારતી બાપુ મદિરાનું સેવન કરી રહ્યા છે અને તેમના મહિલાઓ સાથે અનૈતિક સંબંધો છે તેના કિસ્સાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. આજે અચાનક રાજભારથી બાપુ મંદિરથી ગુમ થયેલા હતા ત્યાર બાદ આજે બપોરના સમયે તેઓએ ખડીયા નજીક આવેલા એક આશ્રમમાં આત્મહત્યા કરી છે તેવા સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર મામલો જુનાગઢ પંથકમાં ચર્ચાના ચગડોળે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોSurat Crime : પોલીસને મળેલા વિડીયોએ આરોપીનું પગેરું આપ્યું, યુવકનો મૃતદેહ કાર સાથે 12 કિમી ઘસડાયો હતો

રામ ભારતી બાપુની હત્યા બાદ મહંત રાજભારતી બાપુએ કરી આત્મહત્યા:સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસ તપાસ શરૂ કરી છે. રાજ ભારતી બાપુ પર થયેલા આક્ષેપો બાદ તેઓ ઝાંઝરડા ગામ નજીક આવેલા ખેતલીયા દાદાના મંદિરેથી અચાનક ગુમ થયા હતા. આજે બપોરના સમયે તેઓએ ખડીયા નજીક આત્મહત્યા કરી છે તેવા સમાચાર મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે. બાપુએ આત્મહત્યા કયા કારણોસર કરી છે તેને લઈને હજી નક્કર વિગતો બહાર આવી નથી. વધુમાં રાજ ભારતી બાપુએ જે હથિયારનો ઉપયોગ આત્મહત્યા માટે કર્યો છે તે હથિયાર કોનું હતું તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોBhavnagar Incometax Raid: ભાવનગરમાં 10થી વધુ સ્થળોએ IT વિભાગના દરોડા

ખેતલીયા દાદા જગ્યાનું મહત્વનું પદ ફરી એક વખત વિવાદમાં:અગાઉ ખેતલીયાદાદા જગ્યાના મહંત તરીકે નિમાયેલા રામ ભારતી બાપુની હત્યા પણ કરી દેવામાં આવી હતી. આજે કેટલાક વર્ષો બાદ ફરી એક વખત ખેતલીયા દાદાના મંદિરના મહંતની આત્મહત્યા એ મામલો ફરી એક વખત ચર્ચાસ્પદ બનાવ્યો છે. રામ ભારતી બાપુની હત્યા કોઈ અણબનાવ કે જમીનના વિવાદને કારણે થયો હોવાની વાતો પણ થઈ હતી. આજે વર્તમાન મહંત રાજ ભારતીબાપુ મહિલાઓ સાથેના અનૈતિક સંબંધો અને મદિરાનું સેવન કરવા જેવા આક્ષેપો સાથે આત્મહત્યા કરી લેતા ઝાંઝરડા ગામ નજીક આવેલ ખેતલીયા દાદાનું મંદિર ફરી એક વખત હત્યા અને આત્મહત્યા બાદ વિવાદમાં જોવા મળી રહ્યું છે.

Last Updated : Jan 24, 2023, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details