- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય
- આગામી 14મી ડિસેમ્બરથી શરૂ થતી વિવિધ પરીક્ષા માટે શરૂ કર્યું ઇ-પોર્ટલ
- ઇ-પોર્ટલ થકી વિદ્યાર્થીઓ તેમનું નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે
જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પરીક્ષાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ કાળમાં વિદ્યાર્થીઓ તેમના ઘર અને વતનની નજીક પરીક્ષાઓ આપી શકે તે માટે વિશેષ ઇ-પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આગામી 3 ડિસેમ્બરથી 5મી ડિસેમ્બર સુધી ઇ-પોર્ટલ પર પોતાનું નજીકનું અને પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકે તે માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ આગામી પરીક્ષાઓ માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું કોરોના કાળમાં વિદ્યાર્થીઓના આરોગ્યની ચિંતા કરતી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
આગામી 4ડિસેમ્બરથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી હતી. જેને યુનિવર્સિટીએ પાછળ ધકેલીને પ્રથમ તબક્કાની પરીક્ષાઓ 14મી ડિસેમ્બરથી અને દ્વિતીય તબક્કાની પરીક્ષા 24મી ડિસેમ્બરથી તેમજ અનુસ્નાતક તેમજ B.edની પરીક્ષાઓ આગામી 29મી ડિસેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ કાળમાં મુક્ત અને આરોગ્યલક્ષી વાતાવરણમાં પરીક્ષાઓ આપી શકે તે માટે તેમને તેમના ઘર કે વતનની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની વિશેષ છૂટછાટ આપવામાં આવી છે.
આગામી 14મી ડિસેમ્બરથી શરૂ થતી વિવિધ પરીક્ષા માટે શરૂ કર્યું ઇ પોર્ટલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ શરૂ કર્યું ઈ-પોર્ટલ
આગામી 14 ડિસેમ્બરથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ ખૂબ જ ચિંતિત જોવા મળતા હતા. જેને ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓ પોતાના રહેઠાણથી કે તેમના ઘરની નજીકના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી શકે તે માટેની વિદ્યાર્થીલક્ષી નિર્ણય ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી શનિવારના રોજ કર્યો છે. યુનિવર્સિટીએ લોન્ચ કરેલા ઇ-પોર્ટલ માં પ્રત્યેક વિદ્યાર્થી આગામી 5 ડિસેમ્બર સુધી ઓનલાઇ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા અમલમાં મૂકી છે.