ગુજરાત

gujarat

ETV Bharat / state

મોંઘેરા મહેમાનને અમદાવાદમાં કરોડોનું ભાણું, તો બીજી તરફ વિનામૂલ્યે હજારો લોકોની જઠરાગ્નિ ઠારતુ બાબા મિત્ર મંડળ

આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તેના પરિવાર સાથે અમદાવાદની મહેમાનગતિ માણી રહ્યા છે. તેમના માટે સોનાની થાળીમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યારે આજ સમયે જૂનાગઢમાં પણ નીરાધાર, ગરીબ, અનાથ અને ભિક્ષુકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા બાબા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહી છે.

વિનામૂલ્યે હજારો લોકોની જઠરાગ્નિ ઠારતુ બાબા મિત્ર મંડળ
વિનામૂલ્યે હજારો લોકોની જઠરાગ્નિ ઠારતુ બાબા મિત્ર મંડળ

By

Published : Feb 24, 2020, 5:23 PM IST

જૂનાગઢ : આજે વિશ્વની મહાસત્તાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સહ પરિવાર સાથે બે દિવસની ભારત મુલાકાતના પ્રથમ ચરણમાં અમદાવાદની મુલાકાતે આવ્યા છે, ત્યારે શાહી પરિવાર માટે શાહી ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે તે સ્વાભાવિક જ છે. trump અને તેના પરિવાર માટે સોનાની થાળીમાં ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ત્યારે આ જ સમયે જૂનાગઢમાં ગરીબ, નિરાધાર, ભિક્ષુક અને અનાથ બાળકોને વિનામૂલ્યે બે ટંકનું ભોજન પીરસીને બાબા મિત્ર મંડળ અનોખી રીતે દેશ સેવાની સાથે માનવ સેવાની જ્યોત પ્રગટાવી રહ્યા છે.

વિનામૂલ્યે હજારો લોકોની જઠરાગ્નિ ઠારતુ બાબા મિત્ર મંડળ
છેલ્લા બાર વર્ષથી જૂનાગઢમાં રહીને બાબા મિત્ર મંડળ દરરોજ શહેરમાં રહેતા ભિક્ષુકો નિરાધાર વ્યક્તિઓ અપંગ અને પાગલ વ્યક્તિઓને બે ટંકનું ભોજન મળી રહે અને આ પરાધીન વ્યક્તિઓ પોતાનો. જઠરાઅગ્ની ઠારી શકે તે માટે અનોખી ભોજન પ્રસાદ સેવા શરૂ કરી છે. છેલ્લા ૧૨ વર્ષથી જૂનાગઢ શહેરમાં રહેતા ભિક્ષુકો નિરાધાર અનાથ અપંગ અને શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓનો જઠરાગ્નિ ઠારવાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે અને આ સેવા યજ્ઞ બિલકુલ વિનામૂલ્યે ચલાવવામાં આવી રહ્યો છે. એક તરફ લાખોના ખર્ચે શાહી ભોજન તો બીજી તરફ વિનામૂલ્યે હજારો લોકોને મળી રહ્યું છે બે ટંકનું ભોજન. સલામ છે આ વિચારને કે જેણે માનવતાની જ્યોત આજે પણ જગાવી રાખવામાં જરા પણ પાછીપાની કરી નથી.

ABOUT THE AUTHOR

...view details