બીજા તબક્કાના લોકડાઉનને લઈને જૂનાગઢના બાળકોની અપીલ - children
બીજા તબક્કાનું લોકડાઉન આવતીકાલથી શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે છેલ્લા 21 દિવસ દરમિયાન જે લોકોએ જાણે કે અજાણ્યે લોકડાઉનનો ભંગ કર્યો છે. તેવા તમામ મોટેરાઓને જૂનાગઢના ભૂલકાઓએ કાલીઘેલી ભાષામાં ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
બીજા તબક્કાના લોકડાઉનને લઈને જૂનાગઢના બાળકોની અપીલ
જૂનાગઢ : આવતીકાલથી સમગ્ર દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે પ્રથમ તબક્કાના 21 દિવસમાં કેટલાક લોકોએ લોકડાઉન અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ તેમજ દિશા નિર્દેશોનું પાલન કરવામાં જે પ્રકારે ગંભીર બેદરકારી દાખવી છે તેને લઈને જૂનાગઢના બાળકોએ બીજા તબક્કામાં આવી કોઈ બેદરકારી નહિ કરવા વિનંતી કરી છે.