ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ શહેરમાં નોંધાયો વધુ 1 કેસ કોરોના પોઝિટિવ, દર્દી સિવિલ હૉસ્પિટલમાં દાખલ - કોરોના પોઝિટિવ

શહેરમાં વધુ એક મહિલા કોરોના સંક્રમિત બનતા તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સંક્રમિત મહિલા તેના પરિવાર સાથે થોડા દિવસો અગાઉ અશુભ પ્રસંગમાં રાજકોટ ગઈ હતી. ત્યાંથી તેને કોરોના વાઇરસનું સંક્રમણ લાગતા તેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

શહેરમાં નોંધાયો કોરોનાનો વધુ એક કેસ
શહેરમાં નોંધાયો કોરોનાનો વધુ એક કેસ

By

Published : Jun 9, 2020, 8:29 PM IST

જૂનાગઢ : શહેરમાં વધુ એક કોરોના સંક્રમિત કેસ સામે આવ્યો છે. શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતી મહિલાને શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે મંગળવારે કોરોના સંક્રમિત પોઝિટિવ આવતા આ મહિલાને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ મહિલા તેના પરિવાર સાથે થોડા દિવસ પહેલા રાજકોટમાં અશુભ પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યાંથી તેમને કોરોના સંક્રમણ લાગ્યું હોવાની વિગતો મળી રહી છે.

શહેરમાં નોંધાયો કોરોનાનો વધુ એક કેસ
ભારતમાં કોરોના સંક્રમણને શરૂઆત થતા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ ત્રણ તબક્કામાં શહેર અને જિલ્લામાં એક પણ કેસ કોરોના સંક્રમિત પોઝિટિવ જોવા મળ્યો નહતો, પરંતુ ત્યારબાદ અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ જેવા રેડ ઝોન ગણાતા વિસ્તારોમાંથી લોકોનું જૂનાગઢ જિલ્લામાં આવન-જાવન શરૂ થયું હતું. જેને કારણે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના આવવાની શરૂઆત થઇ હતી. જે આજે 35ને પાર કરી ચૂકી છે. આજે સંક્રમિત આવેલી મહિલાનું ઘર અને તેની આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને રાઉન્ડ ધ ક્લોક પોલીસ પહેરો લગાવી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં તમામ પ્રકારની આવન-જાવન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details