ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદના કોયલાણા નજીક હાઇ-વે પાસે રિક્ષા અને ટુ-વ્હીલ વચ્ચે અથડામણ, 1 મોત - death

જૂનાગઢ: કેશોદના કોયલાણા નજીક હાઇ-વે પર રિક્ષા અને ટુ-વ્હીલર અથડાતા પુત્રી સામે જ પિતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તેમજ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ દ્વારા કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કેશોદના કોયલાણા નજીક હાઇ-વે પાસે રિક્ષા અને ટુ-વ્હીલ વચ્ચે અથડામણ

By

Published : Jun 5, 2019, 2:55 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, મંગળવારે સાંજના સમયે વેરાવળના રહેવાસી એવા પિતા-પુત્રી પોતાનું બાઇક લઈને વેરાવળથી જૂનાગઢ પુત્રીના સ્કુલના એડમિશન માટે ગયા હતા. ત્યારે જૂનાગઢથી પરત પોતાના ઘરે આવતા સમયે જેતપુર સોમનાથ હાઇ-વે પર કેશોદ નજીક કોયલાણા ગામ પાસે બાઇકને છકડો રીક્ષાએ ટક્કર મારતા પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

કેશોદના કોયલાણા નજીક હાઇ-વે પાસે રિક્ષા અને ટુ-વ્હીલ વચ્ચે અથડામણ

ત્યારે બીજી તરફ છકડો રીક્ષા મોટરસાઇકલ સાથે અથડાતાં ડ્રાઇવરે પોતાના સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા છકડો રીક્ષાએ પલટી મારી હતી. જેમાં સવાર 5 મુસાફરોને નાનીમોટી ઈજાઓ થઈ હતી. જેને 108 દ્વારા ઘાયલોને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાંથી બે લોકોને ગંભીર ઇજા થતાં જુનાગઢ રીફર કરાયા હતા. ત્યારે ઘટનાની વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details