- દેશના 75માં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં યોજાયો કાર્યક્રમ
- કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી રાજ્યપાલ દેવવ્રત સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
- સ્વાતંત્ર સેનાનીઓ અને કલા તેમજ સાહિત્યના ક્ષેત્રમાં ઉજવળ પ્રદર્શન કરનારાને કરાયા સન્માનિત
આઝાદીના અમૃત મહોત્સવની જૂનાગઢમાં થઇ ઉજવણી
જૂનાગઢ: દેશના 75માં સ્વાતંત્ર પર્વની પૂર્વસંધ્યાએ જૂનાગઢમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીનો સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં આજે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ રમત-ગમત સાહિત્ય અને લોકકલામાં ઉજ્વળ દેખાવ કરનારા સાહિત્યકાર રાજભા ગઢવી ઢોલક વાદક હાજી રમકડું અને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના રાષ્ટ્રીય વિજેતા લાલા પરમારને મુખ્યપ્રધાન અને રાજ્યપાલે તેમની વિશેષ સિદ્ધિ બદલ સન્માનિત કર્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવની જૂનાગઢમાં થઇ ઉજવણી આ પણ વાંચો:રાજયકક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે, જુઓ.. ક્યા જિલ્લામાં ક્યા પ્રધાનો રહેશે હાજર
દેશવાસીઓને અગ્રેસર બનવા હાકલ
આઝાદીના અમૃત મહોત્સવની જૂનાગઢમાં થઇ ઉજવણી રાષ્ટ્રપ્રેમ ઉજાગર થાય તે માટે પ્રત્યેક દેશવાસીઓને અગ્રેસર બનવા રાજ્યપાલ અને મુખ્યપ્રધાન રૂપાણીની હાકલ કરવામાં આવી હતી. રાષ્ટ્ર જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. જેના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. આ તકે ગુજરાતની રાજ્ય કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રત્યેક દેશવાસીઓને રાષ્ટ્ર પ્રેમમાં અગ્રેસર બનવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રત્યેક દેશવાસીઓ માતૃભૂમિ માટે પોતાનાથી બનતું સર્વશ્રેષ્ઠ પ્રદાન માટે પ્રતિબધ્ધ બને તો જ આગામી દિવસોમાં ભારત વિશ્વના દેશો પર પોતાની છાપ છોડવામાં સફળ થશે. આ તકે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાને દેશની આઝાદીમાં ભાગ લેનારા તમામ સ્વાતંત્ર વિરોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી આપી હતી.