સતાધાર જગ્યાના મહંત બાપુ બ્રહ્મલીન થતાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બાપુના અંતિમ દર્શનાર્થે સંતો, મહંતો અને સેવકો હાજર રહ્યાં હતા. તો સૌરાષ્ટ્રના સંત અને મહંતોની હાજરીમાં પરિસરમાં ભંડાર રાખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વિસાવદરથી વોહરા સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
બ્રહ્મલીન જીવરાજ બાપુના અંતિમ દર્શનાર્થે માનવમહેરામણ ઉમટ્યું - tribute to Jivaram Bapu
જૂનાગઢઃ સતાધાર જગ્યાના મહંત જીવરામ બાપુ બ્રહ્મલીન થયા છે. ત્યારે બાપુના અંતિમ દર્શન માટે ગુજરાતભરમાંથી માનવમહેરામણ ઉમટ્યું હતું.
બ્રહ્મલીન જીવરાજ બાપુના અંતિમ દર્શનાર્થે માનવમહેરામણ ઉમટ્યું
માનવ ધર્મને જીવનનો ધ્યેય માની જીવનાર બાપુની અંતિમ વિદાય થતાં સૌની આંખ ભીની થઈ હતી. આમ, માનવ સેવામાં પોતાનો જીવ હોમનાર બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી સૌએ ધન્યતા અનુભવી હતી.