- જામનગરમાં મહિલા સાથે વેપારીએ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
- સેશન્સ કોર્ટે જામીન કર્યા નામંજૂર
- પોલીસે ઘનશ્યામભાઇ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી
જામનગરમાં ત્યકતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વેપારીના જામીન નામંજૂર
જામનગરમાં રહેતી એક પરિણીત મહિલાને લગ્ન બાદ પતિ સાથે અણબનાવ થતાં તે પોતાના પિયરમાં આવી ગઇ હતી. ત્યાં તે બ્રાસપાર્ટનો વેપાર કરતા ઘનશ્યામભાઇ મોહનભાઇ બોખાણીના સંપર્કમાં આવી હતી. ઘનશ્યામભાઇનો મહિલાને લાલચ આપી બળજબરીથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. બનાવ બાદ પોલીસે ઘનશ્યામભાઇ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
જામનગર : શહેરમાં રહેતી એક પરિણીત મહિલાને લગ્ન બાદ પતિ સાથે અણબનાવ થતાં તે પોતાના પિયરમાં આવી ગઇ હતી. ત્યાં તે બ્રાસપાર્ટનો વેપાર કરતા ઘનશ્યામભાઇ મોહનભાઇ બોખાણીના સંપર્કમાં આવી હતી.
વેપારીએ લોભ લાલચ આપી કર્યું હતું દુષ્કર્મ
ઘનશ્યામભાઇનો મહિલા સાથે પરિચય થતાં પોતાની ઓફિસમાં કામે રાખી એક મકાન રહેવા માટે આપીને બળજબરીથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. તેમજ મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી બનાવ અંગે કોઇપણને જાણ કરીશ તો મારી નાખવાની પણ ધમકી આપી હતી. બનાવ બાદ પોલીસે ઘનશ્યામભાઇ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ઘનશ્યામભાઇએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જે નામંજૂર કરવામાં આવી હતી. સરકારી વકીલ ધર્મેન્દ્ર જીવરાજાનીએ સાહેદોને લોભ લાલચ અને ધમકી આપી કેસને નુકસાન કરે તેવી પૂરી શકયતા હોવાની રજૂઆત કરી હતી .