આજે ચૈત્ર વદ અમાસ અને શનિવારનો અનોખો સંયોગ શનિ અમાવસ્યાના તહેવાર તરીકે મનાવવામાં આવી રહી છે. ન્યાયના દેવ તરીકે ગણાતા શનિ મહારાજની આજના દિવસે આરાધના કરવાનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. આજના દિવસને શનિ મહારાજની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શનિ મંદિરોમાં જઈને ભક્તો શનિ મહારાજ પર વિવિધ પ્રકારનાં નૈવૈધ અને પૂજા સામગ્રી ચડાવીને ભગવાન શનિની આરાધના કરશે.
આજે અમાસના દિવસે શનિ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર
જૂનાગઢ: શનિ અમાવસ્યા આજના દિવસે શનિ મહારાજ અને હનુમાનજીની પૂજા કરીને ભક્તો શનિ અમાસની ઉજવણી ધાર્મિક વિધિ વિધાન સાથે કરી રહ્યા છે. જેને લઇને જૂનાગઢમાં પણ આજના દિવસની શનિ અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજના દિવસે ભક્તો દ્વારા અન્નદાન વસ્ત્રદાન તેમજ ભક્તોની યથાશક્તિ મુજબ કરવામાં આવેલું કોઇ પણ પ્રકારનું દાન આજના દિવસે વિશેષ ફળદાયી હોય છે. જેને લઇને શનિ અમાવસ્યાના દિવસે દાનનો પણ વિશેષ મહત્વ જોવા મળે છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આજના દિવસે કાળા અને સફેદ તલના તેલનું દાનનું પણ વિશેષ મહત્વ રાખે છે. ભક્તો દ્વારા તલના તેલનો અભિષેક શનિ મહારાજ પર કરવામાં આવે છે. તો તેની સાથે કાળા અડદને પણ શનિ મહારાજને ધરવામાં આવે છે. શનિ મહારાજને કાળો રંગ વધુ પસંદ હોવાને કારણે આજના દિવસે ભક્તો દ્વારા કાળા વસ્ત્રનું દાન કરી અને શનિ અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે.
Conclusion:શનિ અમાસની શનિ ભક્તોએ કરી ધાર્મિક આસ્થા સાથે ઉજવણી